વિજય રૂપાણીએ એહમદ પટેલ પર મુક્યો ગંભીર આરોપ, અહેમદ પટેલે આપ્યો વળતો જવાબ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇને ચાલી રહેલ ગરમાગરમીને વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે આરોપ મૂકયો છે કે કૉંગ્રેસ નેતા એહમદ પટેલના સંરક્ષણવાળી હોસ્પિટલમાં ISના આતંકી નોકરી કરતા હતા. અહેમદ પટેલે પોતાના ઓફિશિયલ ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને ભાજપને જવાબ આપ્યો છે, અહેમદ પટેલે ટ્વીટ કરીને ભારતીય જનતા પાર્ટી પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે લખ્યું છે કે, ભાજપ દ્વારા લગાવાયેલ આરોપો પાયાવિહોણા છે. હું અને મારો પક્ષ ATSની કામગીરીની પ્રશંસા કરીએ છીએ. પરંતું ચૂંટણી સમયે રાષ્ટ્રીય સુરક્ષાનાં મુદ્દાનું રાજકરણ ન કરવું જોઇએ.
બિલ ગેટ્સને પછાડી અમેજૉનના સીઈઓ જેફ વેજૉસ બન્યા સૌથી શ્રીમંત વ્યક્તિ
નવી દિલ્હી. દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અમેજૉનના સીઈઓ જેફ બેજોસ એ સંપત્તિ મામલે માઈક્રોસોફ્ટના સહ સસ્થાપક બિલ ગેટ્સને એક વાર ફરી પછાડ્યા છે. ફોર્બ્સની રિપોર્ટ મુજબ અમેજૉણના શેરમાં 2 ટકાનો વધારો થયો છે. ત્યારબાદ બેજૉસની કુલ સંપત્તિમાં 90 કરોડ ડૉલરનો વધારો થયો છે. હવે તેમની સંપત્તિ વધીને 90.6 અરબ ડૉલર થઈ ગઈ છે. જે બિલ ગેટ્સની સંપત્તિ (90.1 અરબ ડૉલર)થી થોડી વધુ છે.
સુઝુકીએ નવી સ્વિફ્ટ સ્પોર્ટ કાર લોંચ કરી
ભારતની ફેવરીટ કારમાંથી એક મારુતિ સ્વિફ્ટની નવી ઝલક ટોક્યો મોટર શોમાં જોવા મળી છે. અહીં જાપાનની કંપની સુઝુકીએ નવી સ્વિફ્ટ સ્પોર્ટ પરથી પડદો ઉઠાવ્યો છે. આ પહેલા વિતેલા મહિને ફ્રેન્કફર્ટ મોટર સોમાં પણ કંપનીએ આ કાર રજૂ કરી હતી. 2017 Suzuki Swift Sportનું મેન્યુઅલ વેરિયન્ટ 970 કિલોગ્રામ વજનનું છે, જ્યારે તેના ઓટોમેટિક વેરિયન્ટનું વજન 990 કિલોગ્રામ છે. આ કાર જૂની સ્વિફ્ટ મોડલની તુલનામાં હલ્કી છે.
ગર્ભપાતના નિર્ણયમાં પત્નીને પતિની મંજુરી લેવાની જરૂર નહી - સુપ્રીમ કોર્ટ
સુપ્રિમ કોર્ટે એક મહત્વના ફેંસલામાં જણાવ્યુ છે કે, ગર્ભપાત માટે કોઇ મહિલાને પતિની સહમતીની જરૂર નથી. પત્નિથી અલગ થઇ ચુકેલા એક પતિની અરજી પર સુનાવણી કરતા સુપ્રિમ કોર્ટે જણાવ્યુ છે કે, કોઇપણ મહિલાને બાળકને જન્મ આપવો કે પછી ગર્ભપાત કરાવવાનો ફેંસલો લેવાનો અધિકાર છે. મહિલા માટે એ જરૂરી નથી કે, ગર્ભપાતનો ફેંસલો તે પતિની સહમતી બાદ જ લ્યે.
રામ મંદિર મુદ્દે શ્રી શ્રી રવિશંકરને મધ્યસ્થતા માટે આમંત્રણ
રામ મંદિર મામલાના ઉકેલમાં મદદ કરવા માટે તેના અનેક પક્ષકારોએ આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરનો સંપર્ક કર્યો છે. શ્રી શ્રી રવિશંકરે આ બાબતની પુષ્ટી કરી છે અને કહ્યુ છે કે તેઓ આ મામલામાં મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે પરંતુ હાલ આ મામલામાં કોઇ પહેલ કરવા નથી જઇ રહ્યા.
કોગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની તબિયત બગડતા તાબડતોબ શિમલાથી દિલ્હી લવાયા
કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીની ગઇકાલે તબિયત બગડતાં તેમને શિમલાથી દિલ્હી લાવવામાં આવ્યાં હતાં અને સર ગંગા રામ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતાં. તેમને પેટમાં તકલીફ થઇ હોવાનું કહેવાય છે. ૭૦ વર્ષનાં સોનિયા ગાંધી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે. તેમને ખાસ એર-એમ્બ્યુલન્સમાં શિમલાથી દિલ્હી લાવવામાં આવ્યાં હતાં
શિવસેના નક્કી કરે કે તેને ગઠબંધનમાં રહેવુ છે કે નહી - ફડણવીસ
મહારાષ્ટ્રની રાજનીતિમાં શિવસેનાનો સતત ભાજપા વિરોધ પાર્ટીને હજમ નથી થઈ રહ્યો. સીએમ ફડનવીસે શિવસેનાના બેવડા રવૈયાને લઈને ચેતાવ્યુ છે. દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાને ચેતાવણી આપી દીધી છે કે તે પોતાનુ વલણ સ્પષ્ટ કરે એલે કે તે બીજેપી સાથે ગઠબંધનમાં રહેવા માંગે છે કે નહી..