Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તમિલનાડુ - રથયાત્રા દરમિયાન કરંટ લાગવાથી 11ના મોત, PM, CM એ નાણાકીય સહાયતા કરી જાહેર

તમિલનાડુ - રથયાત્રા દરમિયાન કરંટ લાગવાથી 11ના મોત,  PM, CM એ નાણાકીય સહાયતા કરી જાહેર
, બુધવાર, 27 એપ્રિલ 2022 (09:26 IST)
તમિલનાડુના તંજાવુર જિલ્લામાં આજે સવારે એક મંદિરમાં રથયાત્રા દરમિયાન વીજળીનો  કરંટ લાગવાથી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને 15 અન્ય ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે લોકો જે મંદિરની પાલખી પર ઉભા હતા તે કાલીમેડુના અપર મંદિરમાં હાઇ-ટ્રાન્સમિશન લાઇનના સંપર્કમાં આવી ગઈ. 
 
દાઝેલા લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરાયા
અધિકારીઓએ જણાવ્યું કે ઉપરથી વીજળીના વાયરો જવાના કારણે મંદિરની પાલકીને પરત વળાવતી વખતે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે જે લોકોના મૃત્યુ થયા છે, તેમાં બે બાળકો પણ સામેલ છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. દાઝેલા લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લી સેન્ટ્રલ ઝોનના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વી બાલકૃષ્ણાના જણાવ્યા અનુસાર હાલ આ મામલામાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાનો વીડિયો બહાર આવ્યો છે. જેમાં રથ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યો છે.
મોટી સંખ્યામાં લોકો હાજર હતા
રથ લાઈવ વાયરના સંપર્કમાં આવવાના કારણે સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયો છે. તેની તસ્વીર પણ બહાર આવી છે. આ તહેવારનું આયોજન તમિલનાડુમાં દર વર્ષે થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લે છે. એવામાં હાલ લોકોની સુરક્ષાને લઈને સવાલ સર્જાઈ રહ્યાં છે કે અહીં અચાનક જ લાઈવ વાયર કઈ રીતે આવ્યો અને કઈ રીતે રથ તેના સંપર્કમાં આવી ગયો કે આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા.
 
પાવર સપ્લાય બંધ નહોતો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોઈ પણ દુર્ઘટનાથી બચવા માટે સામાન્ય રીતે મંદિરના રસ્તાનો પાવર સપ્લાઈ બંધ કરવામાં આવે છે. જોકે આ વખતે રથની ઉંચાઈ એટલી નહોતી કે તે હાઈ વોલ્ટેજ લાઈનને અડી શકે. તેના કારણે આ વખતે પાવર સપ્લાયને બંધ કરવામાં આવ્યો નહોતો. જોકે રથ પરના ડેકોરેશનના કારણે તેની ઉંચાઈ વધી જતા આ દુર્ઘટના બની છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Stomach Pain - ગમે તેવા પેટના દુખાવા માટે આ રહ્યા 20 સૌથી અસરકારક ઘરેલું ઉપચાર