Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ceremony of ministers in Maharashtra - મહારાષ્ટ્રમાં આજે મંત્રીઓની શપથવિધિ

Ceremony of ministers in Maharashtra - મહારાષ્ટ્રમાં આજે મંત્રીઓની શપથવિધિ
, રવિવાર, 15 ડિસેમ્બર 2024 (12:01 IST)
Maharastra news- ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુખ્ય મંત્રી ઉપરાંત શિવસેનાના નેતા એકનાથ શિંદે તથા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારે નાયબ મુખ્ય મંત્રીઓ તરીકે શપથ લીધા, તેને દસેક દિવસ જેવો સમય થયા બાદ રવિવારે ફડણવીસ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે.
 
નાગપુરના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનના નિવાસસ્થાન રાજભવન ખાતેની લોનમાં શપથવિધિ સમારંભ યોજાશે, જેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. 1991 પછી પહેલી વખત નાગપુરમાં મંત્રીમંડળની શપથવિધિ યોજાશે.
 
આ કાર્યક્રમ દરમિયાન યુતિ સરકારના નેતાઓ કૅબિનેટ, સ્વતંત્ર પ્રભાર તથા રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લેશે. એ પછી મંત્રાલયોની ફાળવણી કરવામાં આવશે.
 
ફડણવીસ સરકારમાં કોને કયું મંત્રાલય મળે છે, એના ઉપર રાજકીય વિશ્લેષકોની મીટ રહેશે, કારણ કે અલગ-અલગ મંત્રાલય પર સાથી પક્ષોનો દાવો હતો. ગૃહ, નાણા, મહેસૂલ અને શહેરી વિકાસને પ્રતિષ્ઠિત મંત્રાલય માનવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Doctor Mistake Killed Female Patient- જાણો મહિલાની સર્જરી ક્યાં થઈ અને કેવી રીતે તેણે જીવ ગુમાવ્યો?