Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નિર્ભયા કેસ : દોષીયો પર SCમાં આજે સુનાવણી, પરિવારની ઈચ્છા - ફાંસી મળે

નિર્ભયા કેસ : દોષીયો પર SCમાં આજે સુનાવણી, પરિવારની ઈચ્છા - ફાંસી મળે
નવી દિલ્હી , શુક્રવાર, 5 મે 2017 (10:31 IST)
. સુપ્રીમ કોર્ટ 16 ડિસેમ્બર 2012ના ગેંગરેપ અને હત્યાકાંડના ચાર દોષીયોની દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકાર આપનારી અપીલો પર આજે પોતાનો નિર્ણય સંભળાવશે. ચારના મોતની સજા સંભળાવી હતી અને આજે ટોચના કોર્ટે તેમના ભવિષ્યનો નિર્ણય કરશે.  ન્યાયમૂર્તિ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ આર ભાનુમતિ અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની પીઠ મામલે આજે નિર્ણય સંભળાવશે.  આ કાંડે આખા દેશને હલાવીને મુકી દીધો હતો અને નિર્ભયા કાંડના નામથી ચર્ચિત રહ્યો હતો. 
 
ટોચની કોર્ટે ચારેય દોષીયો - મુકેશ, પવન, વિનય શર્મા અને અક્ષય કુમાર સિંહની અપીલો પર 27માર્ચના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ચારેયને 13 માર્ચ 2014ના રોજ હાઈકોર્ટ દ્વારા દોષી ઠેરવવાના અને સંભળાવેલ મોતની સજા વિરુદ્ધ અપીલ કરી હતી. આ ચારેય ઉપરાંત એક આરોપી રામ સિંહે તિહાડ જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી.  જ્યારે કે એક અન્ય સગીર આરોપીને બાળ અપરાધ ન્યાય બોર્ડને સુધાર ગૃહ મોકલી દેવામાં આવ્યો હતો.  તેણે સુધાર ગૃહમાં સજાના પોતાના ત્રણ વર્ષ પુરા કરી લીધા છે. ટોચની કોર્ટ બપોરે 2 વાગ્યે નિર્ણય સંભળાવશે. 
 
પીડિત પરિવારની માંગ 
 
પીડિતાના પરિવારે દોષીઓને મોતની સજા કાયમ રાખવાની માંગ કરી છે. નિર્ભયાની માતાએ કહ્યુ, 'મને ન્યાય વ્યવસ્થા પર પૂર્ણ વિશ્વાસ છે. દોષીયોને સુપ્રીમ કોર્ટ પણ ફાંસીની સજા સંભળાવશે અને મારી પુત્રીને ન્યાય આપશે" બીજી બાજુ નિર્ભયના પિતાએ કહ્યુ, 'દોષીયોને ફાંસીની સજા જ મળવી જોઈએ. કોર્ટ તો શુ તેમને ભગવાન પણ માફ નહી કરે.' 
 
નહી ભૂલાય 16 ડિસેમ્બર 2012 
 
વર્ષ 2012માં 16 ડિસેમ્બરની રાત્રે 23 વર્ષીય પૈરામેડિકલ વિદ્યાર્થીની સાથે દક્ષિણ દિલ્હીમાં એક ચાલુ બસમાં જઘન્ય રીતે સામુહિત દુષ્કર્મ કરવામાં આવ્યુ હતુ અને તેના એક મિત્ર સાથે બસમાંથી બહાર ફેંકવામાં આવી હતી. એ વર્ષે 29 ડિસેમ્બરન અરોજ સિંગાપુરના એક હોસ્પિટલમાં યુવતીનુ મોત થઈ ગયુ હતુ. દોષી કરાર આપવાનો નિર્ણય આપનારી અરજીનો પડકારવા ઉપરાંત સુપ્રીમ કોર્ટ દોષીયોને અપાનારી સજાની માત્રાના મુદ્દા પર પણ ચર્ચા-વિચારણા કરી શકે છે.   દિલ્હી પોલીસે દોષીયો માટે મોતની સજાની માંગ કરી હતી બીજી બાજુ બચાવ પક્ષના વકીલે કહ્યુ હતુ કે ગરીબ પારિવારિક પુષ્ઠભૂમિ હોવી અને યુવા હોવાને કારણે તેમની પ્રત્યે દયા બતાવવી જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાણંદ ખાતે વુમન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો પ્રારંભ, રાજ્યમાં 4 સ્થળે ફાળવાઈ જમીન