Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પહેલા પીરિયડથી પરેશાન થઈને સગીરાએ કરી આત્મહત્યા, મુંબઈની આ ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણી

suicide
, ગુરુવાર, 28 માર્ચ 2024 (13:06 IST)
મુંબઈ(Mumbai)ના માલવણી વિસ્તારમાં એક 14  વર્ષની કિશોરીની કથિત આત્મહત્યાથી લોકો હેરાન છે. સમાચાર મુજબ કિશોરીને પહેલીવાર પીરિયડ આવ્યો હતો અને તેને ખૂબ દુ:ખાવો થઈ રહ્યો હતો. એવુ કહેવાય છે કે તેનાથી પરેશાન થઈને તેણે આત્મહત્યા કરી લીધી. (Girl suicide after first period). પોલીસે જણાવ્યુ કે મૃતક કિશોરી પીરિયડની ઓછી અને ખોટી માહિતીને કારણે તનાવમાં હતી. 

ઈંડિયન એક્સપ્રેસ સાથે જોડાયેલા વિજય કુમાર યાદવની રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યુ કે 26 માર્ચના રોજ કથિત રૂપે આ કિશોરીએ આત્મહત્યા કરી લીધી. એ સમયે ઘરમાં કોઈ નહોતુ. સગીરાના પડોશી અને સંબંધીઓ તેને કાંદિવલીના સરકારી દવાખાનામાં લઈ ગયા. જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. 
 
પોલીસની શરૂઆતી પૂછપરછમાં મૃતકના સંબંધીઓએ જણાવ્યુ કે પહેલીવાર પીરિયડ આવવાથી એ પરેશાન હતી. વધુ દુખાવો હોવાને કારણે તે માનસિક તનાવમાં પણ હતી. છાપાના મુજબ એક પોલીસ અધિકારીએ આશંકા બતાવી કે આ કારણે યુવતીએ પોતાનો જીવ લઈ લીધો. 

પોલીસે કહ્યુ છે કે બધા એંગલથી વિચારીને આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીએ જણાવ્યુ કે મૃતકના મિત્રો સાથે વાત કરશે અને તેના માનસિક તનાવ વિશે અધિક જાણવાની કોશિશ કરવામાં આવશે. સાથે જ સગીરાની ઓનલાઈન ગતિવિધિઓ વિશે પણ માહિતી એકત્ર કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ પછી બોડીને પરિવારજનોને સોંપવામાં આવશે. 
 
Periods શુ હોય છે ?
પીરિયડ કે માસિક ધર્મ મહિલાઓમાં સામાન્ય અને નેચરલ પ્રોસેસ છે. તેમા યૂટરસની અંદરની પરત ખરે છે. તેમા લોહી અને ટિશૂ વઝાઈનામાંથી થઈને બહાર નીકળે છે. આ પ્રક્રિયામાં દુખાવો, તનાવ અને મૂડ સ્વિંગ્સ પણ થઈ શકે છે.  સામાન્ય રીતે આ મહિનામાં એકવાર થાય છે. આમ તો આ એકદમ નેચરલ પ્રોસેસ છે, પણ દુખાવો કે ગભરામણ વધુ થતા ડોક્ટર્સ પાસેથી સલાહ લેવી જોઈએ.  
 
મુંબઈની આ ઘટના ચિંતા ઉભી કરનારી છે. જો પોલીસે જણાવેલ માહિતી સાચી છે તો બીજા પેરેંટ્સ માટે આ સબક છે કે તેમણે પોતાની પુત્રીઓને માસિકચક્ર વિશે શિક્ષિત કરવી જોઈએ. તેને લઈને પરિવાર અને સમાજમાં ખુલેઆમ વાત થવી ખૂબ જરૂરી છે. તમે ન સમજાવી શકો તો એકવાર લેડી ડોક્ટર પાસે જરૂર લઈ જાવ અને કિશોરીઓએ પણ ગભરાવવુ ન જોઈએ કે ગૂગલમાં સર્ચ કરીને કોઈ ગૂગલ જ્ઞાન ન લેવુ જોઈએ. ગૂગલ પર બધી વાતો સાચી હોય એ જરૂરી નથી. તમને પીરિયડસને લઈને કોઈપણ સમસ્યા હોય તો તમે અમને [email protected]  પર  લખી શકો છો. અમે તમને ડોક્ટરની સલાહ મુજબ જવાબ આપીશુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભગવંત માનના ઘરે પુત્રીનો જન્મ થયો