Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યારે તેના પિતાએ તેને ફોન છોડી દેવા કહ્યું ત્યારે યુવતી ગુસ્સે થઈ ગઈ હતી.

Student Suicide In Kota:
, સોમવાર, 15 જાન્યુઆરી 2024 (13:09 IST)
-પિતાએ ફોન ન આપતા દીકરીનો આપઘાત 
-'પરીક્ષાઓ નજીક હતી એટલે મેં ઠપકો આપ્યો
-પહેલા નાની એ બૉડી જોયું
 
Student Suicide In Kota: પિતાએ ફોન આપવાની ના પાડી તો દસમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ રવિવારે તેમના રૂમમાં જઈને ફાંસી લગાવી લીધી.આ ઘટના શિક્ષા નગરી કોટાના બજરંગનગર વિસ્તારમાં બન્યો હતો. જ્યારે દાદી પોતાની નારાજ દીકરીને શાંત કરવા રૂમમાં પહોંચી તો તેને લટકતી જોઈને તે સ્તબ્ધ થઈ ગઈ. મૃતકની ઓળખ કૃપાંગી તરીકે થઈ છે. હાલમાં કોટા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારજનોને સોંપી દીધું છે અને કેસની તપાસ શરૂ કરી છે. હજુ સુધી પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી નથી.
 
વર્ષ 2023માં કોટામાં સૌથી વધુ 26 વિદ્યાર્થીઓએ આત્મઘાતી પગલું ભરીને આત્મહત્યા કરી હતી. જો કે, પડકારરૂપ પરીક્ષાઓ, માતા-પિતાની અપેક્ષાઓનો બોજ અને એકલતા અને ઘરથી દૂર તણાવને કારણે દર વર્ષે આત્મહત્યાના બનાવોમાં ઝડપથી વધારો થયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાંધીનગરના દહેગામમાં દેશી દારૂ પીવાના કારણે 2 લોકોના મોત, SPએ લઠ્ઠાકાંડની વાત નકારી