Publish Date: Tue, 28 Jan 2025 (12:31 IST)
Updated Date: Tue, 28 Jan 2025 (12:52 IST)
પ્રયાગરાજ મહાકુંભ માટે જનારી ટ્રેનોમાં હાલ ખૂબ વધુ ભીડ જોવા મળી રહી છે. બીજી બાજુ મહાકુંભ જનારા રેલવે સ્ટેશનો પર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. આ દરમિયાન છતરપુર રેલવે સ્ટેશન પર મહાકુંભ જનારા મુસાફરોએ હંગામો કર્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે અવ્યો છે. મહાકુંભ માટે જનારા મુસાફરોએ ટ્રેન પર પત્થરમારો પણ કર્યો છે અને ટ્રેનના કાચ પણ તોડવાની કોશિશ કરી છે. આંબેડકર નગરથી જનારી ટ્રેનના બધા દરવાજા અને બારી બંધ હોવાથી પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોમાં નારાજગી જોવા મળી. જ્યારબાદ તેમણે પત્થરમારો કર્યો.
અંદરના મુસાફરોએ બંધ કરી દીધા ગેટ
આ દરમિયાન છતરપુર સ્ટેશન પર લગભગ એક કલાક ટ્રેન ઉભી રહી. ત્યારબાદ GRP સ્ટાઅફે ટ્રેનના ગેટ ખોલાવ્યા. એવુ બતાવાય રહ્યુ છે કે ભારે ભીડને કારણે પહેલાથી અંદર બેસેલી સવારીએ ટ્રેનના દરવાજા બંધ કરી લીધા હતા. સમગ્ર મામમો છતરપુર રેલવે સ્ટેશન પર રાત્રે લગભગ 12 વાગ્યાનો બતાવાય રહ્યો છે. આ ટ્રેન મહુથી પ્રયાગરાજ થઈને આંબેડકર નગર સુધી જાય છે. સ્ટેશન પર ભારે ભીડ હોવાથી એસી કોચના મુસાફરોએ પોતાના કોચના ગેટ અંદરથી લૉક કરી લીધા હતા. જેને કારણે આક્રોશિત ભીડે ગેટ ખોલાવવા માટે દરવાજાના કાંચ તોડી નાખ્યા.
15 કરોડથી વધુ લોકો કરી ચુક્યા છે સ્નાન
બીજી બાજુ ભારે હંગામો જોતા જીઆરપીની અંદર બેસેલા મુસાફરોને ખૂબ મોડે સુધી સમજાવ્યુ. ત્યારબાદ જેમ તેમ કરીને ટ્રેનના દરવાજા ખોલાવ્યા. આ દરમિયાન કુંભ જનારા ઘણા મુસાફરો પાસે ટિકિટ પણ નહોતી. ઉલ્લેખનીય છે કે મહાકુંભમાં આ સમયે દેશભરમાંથી શ્રદ્ધાળુ સ્નાન કરવા પહોચી રહ્યા છે. અહી મહાકુંભમાં ડુબકી લગાવનારાઓનો આંકડો 15 કરોડને પાર થઈ ગયો છે. છેલ્લા 17 દિવસમાં મહાકુંભમાં 15 કરોડથી વધુ લોકો સ્નાન કરી ચુક્યા છે. બીજી બાજુ આગામી મૌની અમાવસ્યા પર 8 થી 10 કરોડ લોકોના મહાકુંભમાં આવવાની શક્યતા બતાવાય રહી છે.