Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 17 March 2025
webdunia

હોળી-જુમ્મા નાં દિવસે 4 રાજ્યોમાં હિંસા, ASI નું મોત, બિહાર-ઝારખંડ અને પંજાબમાં બે જૂથો વચ્ચે પત્થરમારો, બંગાળના વીરભૂમિમાં ઈન્ટરનેટ બંધ

riots 4 states
, શનિવાર, 15 માર્ચ 2025 (13:14 IST)
riots 4 states
 
હોળી-જુમ્મા નાં દિવસે 4  રાજ્યોમાં હિંસક ઘટનાઓ બની. બિહારના મુંગેરમાં ગ્રામજનોના હુમલામાં એક ASIનું મોત થયું. પટનામાં બે જૂથો વચ્ચે હોલિકા દહન પરનો વિવાદ હોળીના દિવસે પથ્થરમારા સુધી વધ્યો. પોલીસ વાહનના કાચ તૂટી ગયા હતા. અહીં ગોળીબારના પણ સમાચાર છે.
 
ઝારખંડના ગિરિડીહમાં, હોળી પર બે જૂથો વચ્ચે પથ્થરમારો થયા બાદ બદમાશોએ દુકાનો અને બાઇકોને આગ ચાંપી દીધી. વિવાદ શેના પર હતો તે સ્પષ્ટ નથી. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.
 
પંજાબના લુધિયાણામાં બે સમુદાયો વચ્ચે ઈંટો, પથ્થરો અને બોટલો ફેંકવામાં આવી હતી. આ અથડામણમાં 11 લોકો ઘાયલ થયા છે. એક ખાસ સમુદાયના લોકોનું કહેવું છે કે નમાજ અદા કરતી વખતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બીજી બાજુ કહે છે કે ઈંટ પહેલા મસ્જિદ તરફ ફેંકવામાં આવી હતી. ઘણા વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી.
 
પશ્ચિમ બંગાળમાં પણ હિંસા થઈ છે. ભાજપે નંદીગ્રામમાં મૂર્તિ તોડવાનો આરોપ લગાવ્યો છે. ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ તસવીરો પોસ્ટ કરી. માલવિયાએ આરોપ લગાવ્યો કે બરુઈપુર, જાદવપુર અને મુર્શિદાબાદ સહિત રાજ્યભરમાં સમાન ઘટનાઓ નોંધાઈ છે.
 
બંગાળના બીરભૂમ જિલ્લામાં 17 માર્ચ સુધી ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓના મતે, અફવાઓને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લામાં પથ્થરમારાની ઘટના બાદ સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

VIDEO: સોનીપતમાં BJP નેતાની હત્યાથી સનસનાટી, જમીન વિવાદમાં દુકાનની અંદર ગોળીબાર