Stone pelting at Bajrangdal Yatra in Selamba, Narmada
ગુજરાતમાં ગણેશ વિસર્જન અને ઈદનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસ ખડેપડે રહી છે. નર્મદા જિલ્લાના સેલંબામાં બજરંગદળની યાત્રા પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને પોલીસનો કાફલો રસ્તા પર ઉતરી ગયો છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસ ચાલુ કરી દીધા છે.
નર્મદા જિલ્લામાં બજરંગ દળની શૉર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આ તરફ સંબંધિત પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન વિધર્મી લોકોએ આ યાત્રા પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. સેલંબામાં આગચંપીનો પણ બનાવ પણ બન્યો છે. કુઇદા ગામથી સેલંબા સુધી આ શોર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે. આ તરફ યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નર્મદા જિલ્લાની DySP, LCB અને SOGની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે. આ સાથે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે. નર્મદા પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.