શાહજહાપુર જીલ્લામાં 30 વર્ષ પહેલા એક કિશોરી સાથે દુષ્કર્મ મામલે એક સ્થાનીક કોર્ટે તેના પુત્ર દ્વારા કરવામાં આવેલ કેસમાં બુધવારે બે આરોપીઓને દોષી કરાર આપતા 10-10 વર્ષની કેદની સજા સંભળાવી.
અપર જીલ્લા શાસકીય અધિવક્તા રાજીવ અવસ્થીએ ગુરૂવારે જણાવ્યુ કે વર્ષ 1994માં સદર બજાર પોલીસ સ્ટેશનની રહેનારી 12 વર્ષની કિશોરી ઘરમાં એકલી હતી ત્યારે મહોલ્લાના દબંગ નકી હસન અને તેના ભાઈ ગુડ્ડુએ તેની સાથે સામુહિક બળાત્કાર કર્યો હતો. તેમણે બતાવ્યુ કે ત્યારબાદ આરોપીઓએ બે વર્ષ સુધી તેની સાથે અનેક વાર દુષ્કર્મ કર્યુ. જેનાથી તે ગર્ભવતી થઈ ગઈ અને તેને એક પુત્રને જન્મ આપ્યો. અવસ્થીએ જણાવ્યુ કે પીડિતાએ પોતાના પુત્રને એક સંબંધીના ઘરે છોડી દીધો હતો. તેના લગ્ન થઈ ગયા પણ લગ્ન પછી થોડા દિવસ પછી તેના પતિએ પણ તેને છોડી દીધી.
કેસની પૃષ્ઠભૂમિ વર્ણવતા એડવોકેટે જણાવ્યું હતું કે પાછળથી જે પુત્ર સંબંધીના ઘરે છોડી દીધો હતો તે આવ્યો અને તેની સાથે રહેવા લાગ્યો. જ્યારે તેનો પુત્ર 17 વર્ષનો થયો ત્યારે તેણે તેની માતાને તેના પિતાનું નામ પૂછ્યું. માતાએ ત્યારે પોતાના પુત્રને આખી ઘટના બતાવી દીધી અને ત્યારે પુત્રએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. આ રીતે કોર્ટના આદેશ પર 2021માં બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન સદર બજારમા રિપોર્ટ નોધાવ્યો. અવસ્થીએ જણાવ્યુ કે ડીએનએ પરીક્ષણ પછી હસન (52) અને તેનો ભાઈ (52) પર લાગેલા આરોપ સાબિત થઈ ગયા. જેના પર હાઈકોર્ટના ન્યાયાધીશ લવી સિંહ યાદવે બુધવારે બંને આરોપીઓને 10-10 વર્ષની કેદ અને 30 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી.