કારમાં મુસાફરોના જીવ બચાવવા માટે એરબેગ લગાવવામાં આવે છે. પરંતુ નવી મુંબઈમાં આ સેફ્ટી એરબેગએ 6 વર્ષના બાળકનો જીવ લીધો. વાસ્તવમાં બે કારની ટક્કર બાદ એરબેગ ખૂલતા છ વર્ષના બાળકને ગળામાં ફટકો લાગ્યો હતો. જેના કારણે તે ઘાયલ થયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બેગ ખુલતાં જ ગળામાં ઈજા થતાં મોત
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, વાશી સેક્ટર 15માં રહેતા માવજી અરેઠિયા તેમના પુત્ર હર્ષ અને બે ભત્રીજાઓ સાથે રાત્રે 11 વાગ્યે ફરવા નીકળ્યા હતા. જ્યારે તે વેગન આર કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમણે હર્ષને બાજુની સીટ પર બેસાડ્યો હતો. દરમિયાન કોપરખૈરણે જતી વખતે બ્લુ ડાયમંડ ચોકડી પાસે સામેથી આવતી અન્ય એક કારે વેગન આર કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અજેઠિયાની કારની આગળની બંને એરબેગ ખુલી ગઈ હતી, જેના કારણે આગળની સીટ પર બેઠેલા હર્ષને એરબેગ ગળા પર વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ ઘટના પછી આગળની સીટ પર બાળકોને બેસવાને લઈને ઉભા થયા સવાલો ?
આ ઘટના બાદ આગળની સીટ પર બાળકોને બેસાડવા પર પણ સવાલો ઉભા થયા છે. , કારણ કે નાની ઉંમરના કારણે બાળકની ઊંચાઈ ઓછી હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે એરબેગ ખુલે છે, ત્યારે તે છાતીને બદલે ગરદન પર અથડાવે છે. હર્ષના કેસમાં પણ એવું જ થયું અને તેણે જીવ ગુમાવ્યો.
સમગ્ર મામલાને લઈને કાર એક્સપર્ટ ઈર્શાદ સિદ્દીકી કહે છે કે ભારતમાં આગળની સીટ પર બેઠેલા બાળકોને લઈને કોઈ કાયદો નથી. પરંતુ વિદેશમાં કારની આગળના ભાગમાં બાળકોને બેસવા પર પ્રતિબંધ છે. તેમણે કહ્યું કે જે લોકો સીટ બેલ્ટ પહેરે છે તે જ લોકોએ આગળ બેસવું જોઈએ.