Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દુલ્હને લગ્ન કરવાની ના પાડી, વરરાજાને મંડપમાંથી ઉઠાવીને રસ્તા પર ફેક્યો, જાણો આવુ કેમ થયુ

દુલ્હને લગ્ન કરવાની ના પાડી, વરરાજાને મંડપમાંથી ઉઠાવીને રસ્તા પર ફેક્યો, જાણો આવુ કેમ થયુ
, બુધવાર, 23 ફેબ્રુઆરી 2022 (19:01 IST)
મધ્યપ્રદેશના(Madhya Pradesh) રીવા જિલ્લાના મઉગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વનપડાર ગામમાંથી મંગળવારે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહી વરઘોડો લઈને આવેલા  જાનૈયાઓને વધુ પક્ષના લોકોએ  બંધક બનાવી લીધા હતા. જોત જોતામાં બંને પક્ષો વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે કન્યાએ અચાનક જ છોકરા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી.
 
તેનુ કહેવુ હતુ કે છોકરાની માનસિક હાલત ખરાબ છે. બાદમાં વધુ પક્ષના લોકોએ  જાનૈયાઓ દ્વારા લાવેલા ચઢાવમાં આપવાના સોના-ચાંદીના દાગીના અને 75 હજાર રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા હતા. સવારે વરરાજાને મંડપમાંથી ખેંચીને બહારનો રસ્તો બતાવી દીધો. 
 
બાદમાં તેને રસ્તા વચ્ચે છોડીને ચાલ્યા ગયા હતા.  મામલો રીવા જિલ્લાના મઉગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાનપદર ગામનો છે. અહીં રહેતા યાદવ પરિવારની યુવતીના લગ્ન માણિકવાર ગામમાં રહેતા અમૃતલાલ ઉર્ફે મુન્નાના પુત્ર પ્રદ્યુમ્ન યાદવ સાથે નક્કી થયા હતા
 
મધ્ય પ્રદેશના રીવામાં યુવતીવાળાઓ દ્વારા જાનૈયાઓને બંધક બનાવીને ઢીબવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં દુલ્હનને છોકરાની માનસિક સ્થિતી સારી ન હોવાનો પણ આરોપ લગાવ્યો હતો, તેથી તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. જો કે, બાદમાં બેને પક્ષ વચ્ચે પોલીસે સમાધાન કરાવી લીધું હતું. હકીકતમાં રિવાના મઉગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા વનપડાર ગામમાં ડખો થતાં જાનૈયાઓને કન્યાપક્ષવાળાઓએ બંધક બનાવી દીધા હતા. જોતજોતામાં બંને પક્ષ વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે, દુલ્હને અચાનક યુવત સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. તેનો કહેવાનો અર્થ એ હતો કે, યુવકની માનસિક સ્થિતી ખરાબ છે. 
 
 
લગ્નની વિધિ દરમિયાન વિવાદ શરૂ થયો હતો
 
બતાશા મારવાને લઈને બંને પક્ષો વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. પરંપરા અનુસાર, દ્વારચરના સમયે, વર પક્ષના લોકો વધુ પક્ષની મહિલાઓ પર બતાસા ફેંકે છે. કેટલાક જાનૈયાઓ મહિલાઓને નિશાન બનાવીને બતાસા ફેંકી રહ્યા હતા, જેનો યુવતીના પક્ષના લોકોએ વિરોધ કર્યો હતો. તે સમયે વિવાદ શાંત થયો હતો, પરંતુ ફુલહાર સમયે શોભાયાત્રામાં ભાગ લેવા આવેલા કેટલાક યુવકો દુલ્હનને સ્પર્શ કરી રહ્યા હતા. આ જોઈને વધુ પક્ષના લોકોએ લાકડીઓ કાઢી અને વર સહિત અન્ય લોકોને બંધક બનાવી લીધા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બળદ ગાડું લઈને જતા ખેડૂતના પાછળ દોડ્યો સિંહ, વીડિયો વાયરલ