Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RSS નેતા ઈંદ્રેશ કુમારનુ વિવાદિત નિવેદન, બોલ્યા 'બીફ ખાવાનુ બંધ થશે તો બંધ થશે મૉબ લિંચિંગ'

RSS  નેતા ઈંદ્રેશ કુમારનુ વિવાદિત નિવેદન, બોલ્યા 'બીફ ખાવાનુ બંધ થશે તો બંધ થશે મૉબ  લિંચિંગ'
, મંગળવાર, 24 જુલાઈ 2018 (10:29 IST)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના નેતા ઈંદ્રેશ કુમારે સોમવારે કહ્યુ કે મૉબ લિંચિંગ જેવા અપરાધ બંધ થઈ શકે છે જો લોકો બીફ ખાવાનુ બંધ કરી દે.  તેમણે આ પ્રકારના મામલામાં 'સંસ્કાર' ની ભૂમિકા પર જોર આપ્યુ. રાજસ્થાનના અલવરમાં ગોતસ્કરીના આરોપમાં થયેલ રકબર ખાનની હત્યા પર પૂછેલા સવાલના જવાબમાં ઈંદ્રેશ કુમારે આ વાત કહી. 
 
મુસ્લિમોની વચ્ચે કામ કરનાર આરએસએસના સંગઠન રાષ્ટ્રીય મુસ્લિમ મંચના સંરક્ષક ઈન્દ્રેશ કુમારે એવું પણ કહ્યું કે, મૉબ લિંચિંગનું સ્વાગત ના કરી શકાય. પરંતુ જો લોકો ગાયનું મીટ ખાવાનું બંધ કરી દે તો આવા ગુનાઓ રોકાઈ જશે. તેમને કહ્યું કે, દુનિયાનો એવો કોઈ ધર્મ નથી, જે ગોહત્યાને મંજૂરી આપતો હોય. ઈન્દ્રેશ કુમારે દાવો કર્યો કે ઈસ્લામથી લઈને ઈસાઈ ધર્મની અંદર ગૌહત્યાને કોઈ સ્થાન મળ્યું નથી.
 
ઇન્દ્રેશ કુમાર ઉપરાંત બીજેપી નેતા વિનય કટિયારને પણ વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, મુસ્લિમ ગાયને અડતાં પહેલા સોવાર વિચારે. આ દેશના કરોડો લોકોની ભાવનાનો પ્રશ્ન છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રવાંડા પહોંચનારા પ્રથમ ભારતીય PM બન્યા મોદી, આપી 20 કરોડ ડોલરની ઓફર