Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મને જોઈને દિલ્હીમાં સાંસદો કહેતા યે મોદી કે ગઢમેં જીત કે આઈ હૈઃ સાંસદ ગેનીબેન

Reception organized by Congress in Palanpur
પાલનપુર , ગુરુવાર, 11 જુલાઈ 2024 (14:53 IST)
Reception organized by Congress in Palanpur
 ગુજરાતની 26 લોકસભાની બેઠકોમાંથી માત્ર એક બનાસકાંઠા બેઠક કોંગ્રેસને મળી હતી. ગેનીબેન ઠાકોરની જીત થયા બાદ આજે કોંગ્રેસ દ્વારા પાલનપુરમાં સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્કાર સમારંભમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોરની કેળાથી તુલા કરવામાં આવી હતી. લોકસભામાં વિજય થતા ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકર્તાઓને મામેરારૂપી માતર આપી હતી. ગેની બેને કહ્યું હતું કે, હું દિલ્હી ગઈ તો બીજા સાંસદ કહેતા કે મોદી કે ગઢ મેં જીત કે આઈ હે. 
 
અહંકારને ટક્કર મારીને ગેનીબેનને સાંસદ બનાવ્યા
આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, બનાસ ડેરી, રેખાબેન ચૌધરી અને સ્વ.ગલબાકાકાને લઈ એક નિવેદન કરી બનાસડેરીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ગેનીબેન ઠાકોરના સત્કાર સમારંભમાં શક્તિસિંહ દ્વારા શંકર ચૌધરીને અપીલ કરતા કહ્યું હતું કે, સ્વ, ગલબાકાકાનું ઋણ ઉતારો, ગલબાકાકાના પૌત્રી પાર્લામેન્ટમાં નહીં ચાલે પણ ડેરી સારી ચલાવશે. સાથે કહ્યું હતું કે, આ મોદીની નહીં મારી ગેરંટી છે. ડેરી કે બેંકની અંદર લડાઈ એક વ્યક્તિના અહંકારની લડાઈ હતી. એક વ્યક્તિના અહંકાર સામે બધું જ હતું. મને આનંદ એ વાતનો છે કે અહંકારને ટક્કર મારીને ગેનીબેનને સાંસદ બનાવ્યા.
 
ગાંધીજીની વિચારધારાની સામે નોટ રૂપી ગાંધીજી બહુ ચાલ્યા
બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટ રૂપી ગાંધીજી બહુ ચાલ્યા પણ સત્યનો વિજય થયો. આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવા નહિ પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધી ચીંધ્યા માર્ગથી ન સમજે તો તેમની ભાષામાં સમજાવવા માટે છે. હું દિલ્હી ગઈ તો બધા સાંસદો મારી સામે આંગળી ચીંધીને કહેતા હતા કે, મોદી કે ગઢ મેં જીત કે આઈ હે.
 
ગેનીબેન સામે સ્વ.ગલબાકાકાના પૌત્રીની હાર થઈ હતી
લોકસભા ચૂંટણી-2024માં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે બનાસડેરીના આદ્ય સ્થાપક સ્વ. ગલબાકાકાના પૌત્રી રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. ચૂંટણી દરમિયાન બનાસકાંઠા બેઠક ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. જેમાં ભાજપના રેખાબેન ચૌધરીને હાર આપી ગેનીબેન ઠાકોર દિલ્હી પહોંચવામાં સફળ રહ્યા છે. ત્યારે હવે શક્તિસિંહે ઉત્તર ગુજરાતમાં જઈ સાંસદ ન બની શકેલા રેખાબેન ચૌધરીને બનાસડેરીના ચેરપર્સન બનાવવાની વાત કરી નવી ચર્ચાને જન્મ આપ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દરેક વર્ષ આટલા લોકો લઈએ છે રેલ્વેનો વીમો જ્યારે માત્ર 45 પૈસા છે કીમત