Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LIVE શો દરમિયાન સ્વામી ઓમ પર વરસ્યા લાત-ઘૂંસા, વીડિયો વાયરલ

LIVE શો દરમિયાન સ્વામી ઓમ પર વરસ્યા લાત-ઘૂંસા, વીડિયો વાયરલ
નવી દિલ્હી. , શનિવાર, 14 જાન્યુઆરી 2017 (12:09 IST)
રિયાલિટી શો બિગ બોસ 10માંથી બહાર નીકળેલા વિવાદિત બાબા સ્વામી ઓમ એકવાર ફરી ચર્ચામાં છે.  આ વખતે લાઈવ શો દરમિયાન તેમની સાથે હાથાપાઈ થઈ છે.  માહિતી મુજબ એક ટીવી ચેનલ શો માં સ્વામી ઓમ દર્શકો વચ્ચે બેસેલ એક મહિલા સાથે વિવાદમાં ઉતરી ગયા. 
 
ચર્ચા એટલી વધી ગઈ કે મહિલાએ સ્વામી ઓમને મારવાનો ઈશારો કર્યો જ્યાર પછી શો માં આવેલ એક અન્ય મહેમાન મહિલા તરફ દોડી આવ્યા.  આ દરમિયાન એંકર વારેઘડીએ કહી રહ્યા હતા કે ઓમ જી ભદ્ર ભાષાનો ઉપયોગ ન કરશો.  આ બધુ થઈ જ રહ્ય હતુ કે શો મા આવેલા મહેમાન મારઝૂડ કરવા લાગ્યા. સ્વામી ઓમ પણ પોતાના સીટ પરથી ઉતર્યા અને અન્ય મહેમાનો સાથે મારઝૂડ કરવા લાગ્યા. જ્યાર પછી શો ના એંકરે વચ્ચે બચાવ કર્યો.  આ ઝગડાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યુપી વિધાનસભા ચૂંટણી 2017 - SP અને બસપાએ વિચાર્યુ પણ નહી હોય એવુ કરવા જઈ રહી છે BJP