Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અયોધ્યા - રામ મંદિર vs બાબરી મસ્જિદ - કોર્ટનુ કામ સમજૂતી કરાવવાનુ નથી

અયોધ્યા - રામ મંદિર vs બાબરી મસ્જિદ - કોર્ટનુ કામ સમજૂતી કરાવવાનુ નથી
, મંગળવાર, 21 માર્ચ 2017 (14:01 IST)
અયોધ્યામાં રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટની તાજી સલાહ બાબરી મસ્જિદ એક્શન સમિતિને ઠુકરાવી દીધી છે. બીજી બાજુ કાયદા મંત્રી અને વિશ્વ હિન્દુ પરિષદે આ સલાહનુ સ્વાગત કર્યુ છે. 
 
સુપ્રીમ કોર્ટે રામ મંદિર પર સુનાવણી દરમિયાન કહ્યુ છે કે બંને પક્ષ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલે.  સુપ્રીમ કોર્ટે કહ્યુ કે આ ધર્મ અને આસ્થા સાથે જોડાયેલ મામલો છે અને સંવેદનશીલ મુદ્દાનો હલ પરસ્પર વાતચીથી થાય. 
 
પણ આ તેના પર બાબરી મસ્જિદ એક્શન સમિતિનુ કહેવુ છે કે વાતચીતના અનેક રાઉંડસ પહેલા જ થઈ ચુક્યા છે પણ તેનુ કોઈ પરિણામ નીકળ્યુ નથી.  બબારી મસ્જિદ એક્શન સમિતિના એક સભ્ય સૈયદ કાસિમ રસૂલ ઈલ્યાસ કહે છે કે વાત ચીત્નો મતલબ સરેંડર્ 
 
તેમણે કહ્યુ - ઈલાહાબાદ હાઈકોર્ટનો નિર્ણય આવતા પહેલા પ્રધાનમંત્રી વીપી સિંહના જમાનામાં વિશ્વ હિન્દુ પરિષદની સાથે અનેક રાઉંડ્સની વાતચીત થઈ પણ તેનુ કોઈ પરિણામ ન આવ્યુ. 
 
તેમણે આગળ કહ્યુ કે બીજી વાત એ છે કે જ્યારે બીજી પાર્ટીએ આ કહી દીધુ છે કે રામ જન્મ ભૂમિ છે. આ અમારી આસ્થા સાથે જોડાયેલ છે. તેને તમે છોડી દો તો અમે આગળ શુ વાત કરીએ ?
 
કાસિમ રસૂલ ઈલ્યાસ મુજબ કોર્ટ નિર્ણય આપતા સંકોચાય રહી છે. તેમણે કહ્યુ કોર્ટ પાસે મામલો સમજૂતી કરાવવા માટે નથી ગયો. મામલા પર નિર્ણય કરવા માટે ગયો છે. કોર્ટનુ કામ ન્યાય કરવાનો છે. સમજૂતી કરવાનો નથી. 
 
કાસિમ રસૂલ ઈલ્યાસનુ કહેવુ છે કે સુપ્રીમ કોર્ટને જે પણ નિર્ણય લેશે તે તેમને મંજૂર છે. 
 
ભાજપાના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટમાં અયોધ્યા મામલાની તરત સુનાવણી માટે અરજી દાખલ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ એક લાઈવ કાર્યક્રમમાં કહ્યુ હતુ કે અયોધ્યામાં બે વર્ષની અંદર તેઓ રામ મંદિર બનાવશે અને ત્યા જ બનાવડાવશે જ્યા તે પહેલાથી છે. 
 
તેમણે કહ્યુ અમે બીજે ક્યાક રામ મંદિર નથી બનાવી શકતા કારણ કે આ અમારી આસ્થાનો મામલો છે. 
 
ઉલ્લેખનીય છે કે 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવ્ય હતુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદની જાણીતી મોડલ ખુશ્બુ ભટ્ટનો આપઘાત