Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાકેશ ટિકૈત : પોલીસકર્મીથી અડગ આંદોલનકારી સુધીની ખેડૂતનેતાની સફર

રાકેશ ટિકૈત : પોલીસકર્મીથી અડગ આંદોલનકારી સુધીની ખેડૂતનેતાની સફર
, શુક્રવાર, 19 નવેમ્બર 2021 (14:14 IST)
નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપ સરકારે ત્રણ કૃષિકાયદા પાછા ખેંચી લીધા છે અને આ કૃષિકાયદા સામેના ખેડૂતોના આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકૈતની ચર્ચા થઈ રહી છે.
 
ખેડૂતનેતા રાકેશ ટિકૈતે આ જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "આંદોલન તાત્કાલિક પરત ખેંચવામાં નહીં આવે, અમે એ દિવસની રાહ જોઈશું કે જ્યારે કૃષિકાયદાઓને સંસદમાં રદ કરવામાં આવે."
 
"સરકાર એમએસપીની સાથે-સાથે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ વાત કરશે."
 
જ્યારથી ખેડૂતો પોતાની માગણીઓને લઈને આંદોલન કરી રહ્યા હતા ત્યારથી અનેક વખત ખેડૂતોના નેતાઓમાં રાકેશ ટિકૈતનું નામ આગળ પડતું રહ્યું છે.
 
કોણ છે રાકેશ ટિકૈત?
52 વર્ષીય રાકેશ ટિકૈત ખેડૂત સંગઠન ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા છે. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો.
 
નવભારત ટાઇમ્સના એક અહેવાલ અનુસાર તેમણે સર તાશી નામગ્યાલ હાઈસ્કૂલથી પોતાનું શાળાકીય ભણતર પૂરું કર્યું. તેમજ સ્નાતક કક્ષાનું ભણતર ઉત્તર પ્રદેશથી પૂરું કર્યું છે. આ ઉપરાંત તેમણે મેરઠ યુનિવર્સિટીથી એમ. એ. અને એલએલ. બી. સુધીનો અભ્યાસ કર્યો.
 
અહેવાલ પ્રમાણે તેઓ દિલ્હી પોલીસમાં કૉન્સ્ટેબલ હતા
પ્રભાવશાળી પિતાના પુત્ર
ધ ક્વિન્ટના એક અહેવાલ પ્રમાણે રાકેશ ટિકૈત ભારતીય કિસાન યુનિયનના નેતા મહેન્દ્ર સિંઘ ટિકૈતના નાના પુત્ર છે. રાકેશ ટિકૈતના પિતા મહેન્દ્ર સિંઘ ટિકૈત ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણસિંહ બાદ ભારતના સૌથી મોટા ખેડૂત નેતા હતા.
 
અહેવાલમાં લખાયું છે કે મહેન્દ્ર સિંઘ ટિકૈતની આગેવાનીમાં ઘણી વાર રાજ્ય અને કેન્દ્ર સરકારોએ ખેડૂતોની માગણી આગળ શીશ ઝુકાવવું પડ્યું છે.
 
ભારતીય કિસાન યુનિયનનો પાયો 1987માં નખાયો. જ્યારે વીજળીની કિંમતોને લઈને ખેડૂતોએ શામલી જનપદના કરમુખેડીમાં મહેન્દ્ર સિંઘ ટિકૈતની આગેવાનીમાં એક મોટું આંદોલન કર્યું હતું.
 
તેમાં બે ખેડૂતોનું પોલીસના ગોળીબારમાં મૃત્યુ થયું. ત્યાર બાદ ભારતીય કિસાન યુનિયનનું ગઠન કરાયું અને તેના અધ્યક્ષ ચૌધરી મહેન્દ્ર સિંઘ ટિકૈત બન્યા. તેઓ લાંબા સમય સુધી આ પદ પર રહ્યા.
 
પશ્ચિમ ઉત્તર પ્રદેશના હિંદુ અને મુસ્લિમ બંને સમુદાયના ખેડૂતોનાં મનમાં મહેન્દ્ર સિંઘ ટિકૈત માટે ઘણો આદરભાવ હતો.
 
તેમનાં આંદોલનોમાં ક્યારેય જાતિગત ભેદભાવ જોવા ન મળતો. જોકે, બાદમાં જાટ આરક્ષણને સમર્થન આપવા મુદ્દે અને ઉત્તર પ્રદેશનાં રાજકીય સમીકરણો બદલવા મુદ્દે ટિકૈત કુટુંબની છબિ પર અસર પડી.
 
અંતે વર્ષ 2011માં રાકેશ ટિકૈતના પિતા મહેન્દ્ર સિંઘ ટિકૈતનું કૅન્સરની માંદગીમાં મૃત્યુ થતાં ભારતીય કિસાન યુનિયનનો રાજકીય પ્રભાવ ઘટતો ગયો હોવાનું મનાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તન મન થઈ જશે પવિત્ર, ગાયનુ છાણ ખાઈને બોલ્યો MBBS ડોક્ટર, વીડિયો થઈ રહ્યો છે વાયરલ