Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાર રેસર અશ્વિન અને તેમની પત્નીનું કાર દુર્ઘટનામાં બળીને મોત

કાર રેસર અશ્વિન અને તેમની પત્નીનું કાર દુર્ઘટનામાં બળીને મોત
, શનિવાર, 18 માર્ચ 2017 (11:14 IST)
કાર રેસર અશ્વિન સુંદર અને તેમની પત્નીની કાર દુર્ઘટનામાં મોત થઈ ગયુ. તેમની બીએમડબલ્યૂ કાર ચેન્નઈના સૈથમ રોડ પર ઝાડ સાથે અથડાઈ ગઈ.  પોલીસે કહ્યુ કે સુંદર અને તેમની પત્ની કારમાં ફસાઈ ગયા અને કારના દરવાજા ખુલ્યા નહી. કાર દિવાલ અને ઝાડ વચ્ચે ફસાય ગઈ.  તેનાથી કારમાં આગ લાગી ગઈ અને દંપત્તીની બળવાથી મોત થઈ ગયુ. કાર સુંદર ચલાવી રહ્યા હતા. 
 
નિવેદતા એક ડોક્ટર હતી અને એક સરકારી હોસ્પિટલમાં કામ કરી રહી હતી.  નિકટથી પસાર થઈ ગયેલા લોકોએ સળગતી કાર જોઈને પોલીસને સૂચના આપી. પોલીસ સાથે જ ફાયર બિગ્રેડની ટીમ પણ તરત જ ઘટના સ્થળ પર પહોંચી. ટીમને આગ પર કાબૂ મેળવવા માટે લગભગ અડધો કલાકનો સમય લાગી ગયો. 
 
મામલાની તપાસ કરી રહેલ ટીમની ઈસ્પેક્ટર વિનીતા અને તેમની ટીમે દરવાજો તોડીને દંપતીની લાશ બહાર કાઢી. શબને પોસ્ટમોર્ટમ માટે સરકારી રૉયલપેથ હોસ્પિટલમા મોકલવામાં આવ્યા.  લાશ એટલી ખરાબ રીતે બળી ગઈ હતી કે શરૂઆતમાં પોલીસ તેમને ઓળખી ન શકી. પછી કારના રજીસ્ટ્રેશન નંબરથી તેમની ઓળખ કરવામાં આવી. તપાસમાં જાણ થઈ કે અશ્વિન અને તેમની પત્ની અલકાપક્કમ વિસ્તારમાં રહેતા હતા.  તેઓ એમઆરસી નગરમાં પોતાના મિત્રને મળવા આવ્યા હતા. ત્યાથી પોતાના ઘરે પરત ફરતી વખતે આ દુર્ઘટના થઈ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભડક્યા દિગ્વિજય, કહ્યુ - મોદી કોઈ ભગવાન નથી, ગડકરી પર પણ લગવ્યા ગંભીર આરોપ