Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુણેની બેકરીમાં આગ - અંદર સૂઈ રહેલ 6 મજૂરોનુ મોત, બહારથી તાળુ મારેલુ હતુ

પુણેની બેકરીમાં આગ -  અંદર સૂઈ રહેલ 6 મજૂરોનુ મોત, બહારથી તાળુ મારેલુ હતુ
, શુક્રવાર, 30 ડિસેમ્બર 2016 (12:47 IST)
શહેરના કોંઢવા વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે એક બેકરીમાં આગ લાગી ગઈ. બેકરીની અંદર રહેલ 6 મજૂરોનુ મોત થઈ ગયુ. આગ સવારે 4.30 વાગ્યાની આસપાસ લાગી. એવુ કહેવાય રહ્યુ છે કે બેકરીના માલિકે બહારથી તાળુ લગાવી રાખ્યુ હતુ. જેને કારણે મજૂર બહાર નીકળી શક્યા નહી. દુર્ઘટના સમયે આ લોકો બેકરીની અંદર સૂઈ રહ્યા હતા. આગ લાગવાનુ કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. 
 
- બેકરીનુ નમ બેક્સ એંડ કેક્સ છે. 
- પોલીસ શરૂઆતમાં તેને શોર્ટ શર્કિટનો મામલો માનીને તપાસ આગળ વધારી રહી છે. 
- દુર્ઘટનાના શિકાર થયેલ બધા મજૂર ઉત્તર પ્રદેશના રહેનારા છે. 
- મરનારાઓના નામ ઈરશાદ ખાન(26), શાનૂ અંસારી (22), જાકિર અંસારી(22), ફહીમ અંસારી(22), જુનૈદ અંસારી(25) અને માર્ક અંસારી (21) છે. 
- ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓએ આગ ઓલવવાનુ કામ કર્યુ. 
- બેકરીમાં લાગેલી આગની જાણ સવારે 6 વાગ્યાની આસપાસ થઈ. જ્યારે દુકાનનુ શટર ઉઠાવ્યુ તો તેમા 6 મજૂરોના શબ ગંભીર રૂપે દઝાયેલ પરિસ્થિતિમાં મળ્યા. 
- પોલીસે બધાની લાશને કબજામાં લઈને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપ્યા છે. 
- બેકરી માલિક વિરુદ્ધ પણ મામલો નોંધાવ્યો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઝારખંડમાં માટી ઢસડવાથી 40 મજૂર ખાણમાં દબાયા, રેસ્ક્યૂ ટીમે 5ની બૉડી કાઢી