Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Bhima Koregaonમુંબઈ બંધ - પ્રકાશ આંબેડકરે આવતીકાલે મહારાષ્ટ્ર બંધનુ આપ્યુ એલાન

#Bhima Koregaonમુંબઈ બંધ -  પ્રકાશ આંબેડકરે આવતીકાલે મહારાષ્ટ્ર બંધનુ આપ્યુ એલાન
, મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (15:48 IST)
પુણે હિંસા માટે આરએસએસ-બીજેપી જવાબદાર છે. ભીમા-કોરેગાવ રોહિત વેમૂલા પ્રતિરોધના પ્રતીક છે. બીજેપી દલિતોને દબાવીને મુકવા માંગે છે - રાહુલ ગાંધી 
 
- પ્રદર્શનકારીઓને ધરપકડમાં લેવાની સંખ્યા વધતી જઈ રહી છે. આખા રાજ્યમાં 100થી વધુ લોકોની ધરપકડ 
 

- પ્રકાશ આંબેડકરે આવતીકાલે મહારાષ્ટ્ર બંધનુ એલાન આપ્યુ.  જ્યારે કે RPI મુબઈના બધા પોલીસ સ્ટેશન પર ધરણા આપવાનુ એલાન કર્યુ છે. 
 
- સ્ત્રીઓ બાળકો હજારોએ માર્ગ પર બેસીને દેખાવો કર્યો 
 
- ચેમ્બુર અને ગોવાન્ડિની લોકલ ટ્રેન સર્વિસ પર આની અસર થઈ છે. 
 
- ચાર કોપ્સ સાથે 5 લોકો  ઘાયલ થયા છે.  તેમને રજવાડી અને કુર્લા ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
webdunia
મહારાષ્ટ્રના પુણેમાં અંગ્રેજોની જીતનો ઉલ્લાસ મનાવતા હિંસા ફાટી નીકળી છે. હિંસામાં એકનુ મોત થઈ ગયુ છે. જ્યારે કે 25થી વધુ ગાડીઓ સળગાવી દેવામાં આવી અને 50થી વધુ ગાડીઓમાં તોડ-ફોડ કરવામાં આવી છે. ભીમા કોરેગાવમાં દલિત સંગઠનોએ પેશવા બાજીરાવ દ્વિતીયની સેના પર અંગ્રેજોની જીતનો શોર્ય દિવસ મનાવ્યો હતો. 
webdunia
આ શોર્ય દિવસ એટલા માટે મનાવવામાં આવ્યો હતો, કેમકે  1લી જાન્યુઆરી 1818માં કોરેગાંવ ભીમાની લડાઇમાં પેશવા બાજીરાવ દ્વિતીય પર અંગ્રેજોએ જીત મેળવી હતી. આ શોર્ય દિવસના પ્રસંગે થોડીક સંખ્યામાં દલિતો પણ સામેલ થયા હતા, આ વાતને લઇને કેટલાક ગામોના લોકો અને દલિતો વચ્ચે સંઘર્ષ થયો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યૂ હતું.
 
સીએમે કરી શાંતિની અપીલ 
 
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને અપીલ કરી છે તેઓ શાંતિ કાયમ રાખે અને અફવાઓ પર ધ્યાન ન આપે. સીએમ ફડણવીસે જણાવ્યુ કે કોરેગાવ હિંસાની ન્યાયિક તપાસ માટે સુપ્રીમ કોર્ટેમાં અરજી આપવામાં આવશે.  સાથે જ યુવાઓના મોતના મામલે સીઆઈડી તપાસ થશે.  રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 10 લાખનુ વળતર આપવાનુ એલાન કર્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચૂંટણી બાદ ડીઝલમાં રૃ।.૧.૭૫, પેટ્રોલમાં રૃ।.૧.૪૩નો થયો વધારો