Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમિત શાહને પ્રશાંત કિશોરનો પડકાર, વિરોધની પરવા નહી તો આગળ વધો અને CAA-NRC લાગુ કરો

અમિત શાહને પ્રશાંત કિશોરનો પડકાર, વિરોધની પરવા નહી તો આગળ વધો અને  CAA-NRC લાગુ કરો
, બુધવાર, 22 જાન્યુઆરી 2020 (11:35 IST)
નાગરિકતા સંશોશન કાયદા અને એનઆરસી વિરુદ્ધ સતત અવાજ ઉઠાવનારા જદયુ નેતા પ્રશાંત કિશોરે ગૃહ મંત્રી અમિત સહહને તેને લાગુ કરવાનો પડકાર આપ્યો છે. પ્રશાંત કિશોરે અમિત શાહને પડકાર આપતા કહ્યુ કે જો તમે નાગરિકતા કાયદા અને એનઆરસી વિરુદ્ધ વિરોધ કરનારાઓની ચિંતા નથી કરી રહ્યા તો પછી કેમ આગળ નથી વધતા અને તેને લાગૂ કરવાની કોશિશ કરો છો ? ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પ્રશાંત કિશોર એનઆરસી અને સીએએ ને લઈને વાજ ઉઠાવી ચુક્યા છે. 
 
જદયુ ઉપાધ્યક્ષ અને રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે બુધવારે ટ્વીટ કરી ગૃહ મંત્રી અમિત શાહ પર હુમલો બોલ્યો. પ્રશાંત કિસોહ્રે ટ્વીટ કર્યુ, નાગરિકોની અસહમતિને રદ્દ કરવી કોઈ પણ સરકારની તાકતનો સંકેત નથી હોઈ શકતો. અમિત શાહ જી જો તમે નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસીનો વિરોધ કરનારાઓની પરવા નથી કરતા તો તમે આ કાયદા પર આગળ કેમ નથી વધતા ? તમે સીએએ અને એનઆરસીને એ જ ક્રોનોલોજીમાં લાગૂ કરવાનો પ્રયાસ કરો જે તમે રાષ્ટ્ર માટે આટલી મોટી જાહેરાત કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરનુ આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે એક દિવસ પહેલા લખનૌમાં નાગરિકતા સંશોધન કાયદાના પક્ષમાં અમિત શાહે દોહરાવ્યુ હતુ કે જેને વિરોધ કરવો છે તે કરે. પણ અમે નાગરિકતા કાયદાને પરત નહી લઈએ.  તેમણે કહ્યુ કે અમે પ્રદર્શન વચ્ચે જનમ્યા છે. પ્રદર્શનો વચ્ચે જ મોટા થયા છે. વિપક્ષમાં જ્યારે હતા ત્યારે એ જ કહ્યુ હતુ અને હવે સત્તામાં છીએ તો એ જ કહી રહ્યા છીએ. 
 
લખનૌમાં અમિત શાહે શુ કહ્યુ હતુ 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નાગરિકતા સશોધન કાયદાનો વિરોધ કરી રહેલા વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા મંગળવારે તેમણે પડકાર આપ્યો કે જેને વિરોધ કરવો છે તે કરે પણ સીએએ પરત નથી લેવાના.  શાહે સીએએના સમર્થનમાં રાજધાનીના બગ્લાબાજાર સ્થિત કથા પાર્કમાં આયોજીત વિશાળ જનસભામાં કહ્યુ, આ બિલને લોકસભામાં મેં રજુ કર્યુ છે. હુ વિપક્ષીઓને કહેવા માંગુ છુ કે તમે આ  બિલ પર સાર્વજનિક રૂપથી ચર્ચા કરી લો. જો આ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિની નાગરિકતા લઈ શકે છે તો તેને સાબિત કરીને બતાવો. દેશમાં સીએએના વિરુદ્ધ ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. રમખાણો કરવામાં આવી રહ્યા છે. સીએએમાં ક્યાય પણ નાગરિકતા લેવાની કોઈ જોગવાઈ નથી. તેમા નાગરિકતા આપવાની જોગવાઈ છે. હુ આજ સાર્વજનિક રૂપે કહેવા આવ્યો છુ કે જેને વિરોધ કરવો છે તે કરે. સીએએ પરત નહી લેવામાં આવે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરક્ષા કારણોથી અમદાવાદ એરપોર્ટ પર 30 જાન્યુઆરી સુધી વિઝિટર પાસ બંધ