Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video: સવાર-સવારે 5 વાગે અસમના કાજીરંગા નેશનલ પાર્કમાં ફરવા નીકળ્યા પીએમ મોદી

Kaziranga National Park
, શનિવાર, 9 માર્ચ 2024 (12:31 IST)
Kaziranga National Park
પીએમ નરેન્દ્ર મોદીનો અસમ પ્રવાસ. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના બે દિવસના અસમ અને અરુણાચલ પ્રદેશના પ્રવાસ દરમિયાન વચ્ચે સમય કાઢીને વહેલી સવારે 5 વાગે કાજીરંગા નેશનલ પાર્ક ફરવા નીકળ્યા. આ દરમિયાન પીએમ મોદીએ હાથીની સવારી કરી અને જીપ સફારીનો આનંદ ઉઠાવ્યો. તેમણે કાજીરંગા નેશનલ પાર્કમાં લગભગ 2 કલાકનો સમય વીતાવ્યો. તેની સાથે જોડાયેલ એક વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમા પ્રધાનમંત્રી મોદી કાજીરંગા પાર્કમાં ફરતા જોવા મળી રહ્યા છે. 
પીએમ મોદી શુક્રવારે સાંજે આસામના તેજપુર પહોંચ્યા હતા જ્યાં મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. રાત્રિ રોકાણ બાદ પીએમ મોદીએ સવારે જંગલ સફારી કરી હતી. પીએમ મોદીની મુલાકાતને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પીએમ મોદી આશરે બે કલાક કાઝીરંગા નેશનલ પાર્કમાં રહ્યા હતા.પીએમ મોદીની સાથે પાર્ક નિદેશક સોનાલી ઘોષ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.

પીએમ મોદી દેખાયા જુદા જ રંગમાં 
પીએમ મોદીએ કાજીરંગા નેશનલ પાર્ક ફરવા દરમિયાન હાફ જેકેટ સાથે મિલિટ્રી રંગની હાફ ટી શર્ટ પહેરી હતી. આ ઉપરાંત તેમણે બ્લેક રંગની હેટ સાથે કાળા ચશ્મા પણ પહેર્યા હતા. તેમણે ઓપન જીપમાં ઉભા રહીને પાર્કની મજા માણી. પીએમ મોદીએ પાર્કમા કામ કરનારી મહિલા પોલીસ ગાર્ડ સાથે વાતચીત કરી.  યાત્રા દરમિયાન પીએમ મોદીએ પોતાના કેમેરાથી કેટલીક સુંદર તસ્વીરો પણ લીધી અને પાર્કમાં રહેલા હાથીઓના ટ્રેનર સાથે પણ મુલાકાત કરી.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોરબીમાં નવી બનતી મેડિકલ કોલેજમાં સ્લેબ તૂટ્યો, 3 શ્રમિકોને બહાર કઢાયા