Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

PMની અમેરિકા મુલાકાત : ભારતમાં મુસલમાનો સાથે ભેદભાવના સવાલ પર નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

PM Modi US Visit:
, શુક્રવાર, 23 જૂન 2023 (10:28 IST)
વ્હાઇટ હાઉસમાં મોદીનું સ્વાગત કરતાં બાઇડને કહ્યું, "બંન્ને દેશના સંબંધોમાં સ્પષ્ટતા અને પરસ્પર વિશ્વાસ છે જે અમારા સંબંધોને વ્યાખ્યાયિત કરે છે. ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો 21મી સદીના પરિભાષિત સંબંધોમાંથી એક છે."
 
બાઇડન સાથેની દ્વિપક્ષીય વાતચીત બાદ પીએમ નરેન્દ્ર મોદીએ તેમનો આભાર માન્યો અને કહ્યું હતું કે ભારતીય સમુદાય માટે વ્હાઇટ હાઉસના દરવાજા ખોલવા બદલ તેઓ તેમનો ખાસ આભાર માનવા માગે છે. મોદીએ કહ્યું કે અમેરિકા હંમેશાં ભારતનું શુભચિંતક રહ્યું છે.
 
તેમણે ઉમેર્યું હતું કે, "કોવિડના સમયગાળામાં વિશ્વ વ્યવસ્થા એક નવું સ્વરૂપ લઈ રહી છે અને આ સમયગાળામાં ભારત અને અમેરિકાની મિત્રતા સમગ્ર વિશ્વની ક્ષમતાને વધારવામાં પૂરક બનશે. વૈશ્વિક હિત માટે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા જરૂરી છે. આ દિશામાં બંને દેશો સાથે મળીને કામ કરવા તૈયાર છે."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Missing Titanic Submersible: કેવી રીતે ડૂબી ગઈ ટાઈટેનિક જોવા ગયેલી સબમરીન ? ટાઇટનનો કાટમાળ મળ્યો, તમામ મુસાફરોના મોતની કંપનીએ પણ કરી પુષ્ટિ