Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોટબંધીનો એક મહિનો - કરપ્શન-બ્લેકમની વિરુદ્ધ આ યજ્ઞમાં ભાગ લેવા માટે દેશના લોકોને સલામ - મોદી

નોટબંધીનો એક મહિનો -  કરપ્શન-બ્લેકમની વિરુદ્ધ આ યજ્ઞમાં ભાગ લેવા માટે દેશના લોકોને સલામ - મોદી
નવી દિલ્હી. , ગુરુવાર, 8 ડિસેમ્બર 2016 (15:33 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીના નિર્ણયનું સમર્થન કરવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો છે. પીએમે ગુરૂવારે એક પછી એક અનેક ટ્વીટ કરી કહ્યુ કે કાળુનાણુ, આતંકવાદ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલ યજ્ઞમાં પૂરા દિલથી ભાગ લેવા માટે ભારતના લોકોનો આભાર માનુ છુ. સરકારના નિર્ણયમાં ખેડૂતો, વેપારીઓ, મજૂરોને અનેક ફાયદા છે. જે આપણા દેશની અર્થવ્યવસ્થાના કરોડરજ્જુ સમાન છે. 
 
પીએમે લખ્યુ, મે કાયમ કહ્યુ છે કે સરકાર દ્વારા ઉઠાવેલ પગલા કેટલાક દિવસો માટે થોડી અસુવિદ્યા લઈને જરૂર આવશે પણ લાંબા સમયમાં તેનાથી ફાયદો થશે ભ્રષ્ટાચાર અને કાળાનાણાને કારણે ગ્રામીણ ભારતનો વિકાસ અને સમૃદ્ધિ હવે નહી રોકાય. આપણા ગામમાં તેમનો હક જરૂર મળશે.  કેશલેસ પેમેંટને પ્રોત્સાહિત કરતા મોદીએ લખ્યુ અમારી પાસે કેશલેસ પેમેંટ અપનાવવાની ઐતિહાસિક તક છે.  આપણે લેટેસ્ટ તકનીકને આર્થિક લેવડ-દેવડ સાથે જોડી શકીએ છીએ. 
 
યુવાઓએન અપીલ કરતા પીએમે કહ્યુ, મારા નવયુવાન મિત્રો તમે બદલાવના દૂત છો જે ભારતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવશે અને આ સુનિશ્ચિત કરશે કે રોકડ રહિત લેવડ-દેવડ વધે.  આપણે સાથે મળીને #IndiaDefeatsBlackMoneyને સુનિશ્ચિત કરવી જોઈએ.  તેનાથી ગરીબો, મિડલ ક્લાસ અને આવનારી પેઢીઓને ફાયદો થશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ટ્રિપલ તલાક મુસ્લિમ સ્ત્રીઓ સાથે ક્રૂરતા : HC