Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા, કલમ 370થી કોઈ ફાયદો થયો નથી', PM મોદીનો વિપક્ષ પર હુમલો

modi in srinagar
, ગુરુવાર, 7 માર્ચ 2024 (15:33 IST)
PM Modi Kashmir Visit - શ્રીનગરના બખ્શી સ્ટેડિયમમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલમ 370 પર બોલતા તેમણે કહ્યું કે, 'આર્ટિકલ 370થી કોઈ ફાયદો થયો નથી. જમ્મુ-કાશ્મીરને વર્ષો સુધી સાંકળો બાંધીને રાખવામાં આવ્યું હતું. આજે 370 નથી, તેથી યુવાનોની પ્રતિભાનું સન્માન કરવામાં આવી રહ્યું છે. આજે દરેકને સમાન અધિકારો અને સમાન તકો છે.
 
'આજે વાલ્મિકી સમાજને મત આપવાનો અધિકાર મળ્યો છે. વિધાનસભામાં અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવામાં આવી છે. પહાડી જ્ઞાતિ સમુદાય, ગડ્ડા બ્રાહ્મણ અને કોળી સમુદાયનો અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ભાજપ સરકારમાં અન્ય પછાત વર્ગને પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં અનામત આપવામાં આવી હતી.
 
તેમણે ભત્રીજાવાદ પર પણ પ્રહારો કર્યા હતા. પીએમએ કહ્યું કે 'પરિવાર આધારિત પક્ષોએ દાયકાઓ સુધી લોકોને આ તમામ અધિકારોથી વંચિત રાખ્યા. પરિવારના સભ્યો જ ભ્રષ્ટાચાર ફેલાવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

1300 રૂપિયામાં મળે છે એક વાડકી દાળ, જેમા લાગે છે ગોલ્ડનો તડકો, બોડી પર શુ થાય છે અસર?