Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વક્ફની જમીનોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો તો મુસ્લિમ યુવાનો પંક્ચર ન બનાવતા, કોંગ્રેસ પર PM મોદીનો પલટવાર

narendra modi
હિસાર. , સોમવાર, 14 એપ્રિલ 2025 (13:06 IST)
narendra modi
આંબેડકર જયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કોંગ્રેસ પર ખૂબ વરસ્યા. પીએમ મોદી કહ્યુ કે કોંગ્રેસે  હંમેશા આંબેડકરનુ અપમાન કર્યુ. આંબેડકરને સિસ્ટમમાંથી બહાર રાખવાનુ ષડયંત્ર રચ્યુ. પીએમે કહ્યુ, અમે એ ન ભૂલવુ જોઈએ કે તેમણે આંબેડકરની સાથે શુ કર્યુ. જ્યા સુધી તેઓ જીવીત હતા કોગ્રેસે તેમનુ અપમાન કર્યુ. તેમને બે વાર ચૂંટણીમાં હરાવ્યા.  બીજી બાજ વક્ફને લઈને પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર હુમલો કરતા કહ્યુ કે જો વક્ફની સંપત્તિનો યોગ્ય રીતે ઉપયોગ થતો તો મુસલમાન નવયુવાનોને પંક્ચર ન સુધારવુ પડતુ.  
 
કોંગ્રેસે બાબા સાહેબના સંવિધાનની એસી કી તૈસી કરી નાખી 
તેમણે કહ્યુ કોંગ્રેસે 2013માં વોટ બેંકને ખુશ કરવા માટે વક્ફ કાયદામાં સંશોધન કર્યુ હતુ. મુસલમાનોએ ખુશ કરવા માટે કોંગ્રેસે બાબા સાહેબના સંવિધાનની એસી કી તૈસી કરી નાખી હતી. કોંગ્રેસની મંશા મુસલમાનોની ભલાઈ કરવાની નથી. કોંગેસ કોઈની સગી નથી.  

 
મુસલમાનને પાર્ટી અધ્યક્ષ કેમ નથી બનાવતી કોંગ્રેસ 
પીએમ મોદીએ આગળ કહ્યુ, જો કોંગ્રેસને મુસલમાનો પ્રત્યે આટલી લાગણી છે તો તે કોઈ મુસ્લિમને પાર્ટીનો અધ્યક્ષ કેમ નથી બનાવતી. 50 ટકા ટિકિટ મુસ્લિમોને કેમ નથી આપતી. કોંગેસનો ઈરાદો મુસલમાનોનુ ભલુ કરવાનો નથી, ફક્ત તેમનો વોટ મેળવવાનો છે. નવા વક્ફ સુધારા કાયદાથી ફક્ત મુસલમાનોના જ નહી પણ આદિવાસીઓના હકની પણ રક્ષા થશે. 
 
પ્રધાનમંત્રી મોદી આ વાત આજે આંબેડકર જયંતિ પર હિસારમાં રેલીને સંબોધિત કરતા કરી. તેમણે કહ્યુ કે કોંગ્રેસ હંમેશા આંબેડકરનુ અપમાન કર્યુ. આંબેડકરને સિસ્ટમમાંથી બહાર મુકવાનુ ષડયંત્ર રચ્યુ. બાબા સાહેબ સમાનતાના પક્ષમાં હતા, પણ કોંગ્રેસે આખા દેશમાં વોટ બેંકની રાજનીતિનો વાયરસ ફેલાવ્યો.  કોંગ્રેસે આપણા પવિત્ર સંવિધાનને સત્તા મેળવવાનો એક હથિયાર બનાવી લીધુ. જ્યારે જ્યારે કોંગ્રેસને સત્તાનુ સંકટ દેખાયુ તેમણે સંવિધાનને કચડી નાખ્યુ.  કોંગ્રેસે કટોકટીમાં સંવિધાનની સ્પિરિટને કચડી જેથી જેમ તેમ સત્તા કાયમ રહે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અક્ષર પટેલને લાગ્યો તગડો ઝટકો, હાર પછી હવે BCCI એ લીધી એક્શન, સામે આવ્યુ મોટુ કારણ