Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોર સેક્સ નથી કરતો.... તેથી રાષ્ટ્રીય પક્ષી

મોર સેક્સ નથી કરતો.... તેથી રાષ્ટ્રીય પક્ષી
, ગુરુવાર, 1 જૂન 2017 (12:55 IST)
રાજસ્થાન હાઈકોર્ટના જે જજ   મહેશચંદ્ર શર્માએ બુધવારે ગાયને રાષ્ટ્રીય  પ્રાણી જાહેર કરવાનું સૂચન આપ્યું તેમણે રાષ્ટ્રીય પક્ષી મોર વિશે અજીબોગરીબ ટિપ્પણી કરતા કહ્યું કે -  તે સાંભળીને લોકો ચોંકી ગયા. જસ્ટિસ મહેશચંદ્ર શર્માએ કહ્યું કે - ‘મોર (રાષ્ટ્રીય પક્ષી) સેક્સ નથી કરતો…’ તે ક્યારેય ઢેલ સાથે સેક્સ કરતો નથી. તેના જે આંસુ પડે છે તેને પી લઈને મોરની ગર્ભવતી થાય છે અને મોર કે ઢેલને જન્મ આપે છે. શર્માએ બુધવારે એક સૂચન આપતા કહ્યું હતું કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવી જોઈએ અને ગૌહત્યા કરનારાઓને આજીવન કારાવાસની જોગવાઈ હોવી જોઈએ. આ અંગે દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે.
 
જો કે, રાજસ્થાન હાઈકોર્ટના જજ મહેશચંદ્ર શર્માએ બુધવારે એવી ટિપ્પણી કરી હતી કે ગાયને ભારતના રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપી દેવો જોઈએ… પોતાના સુઝાવના પક્ષમાં તર્ક આપતા તેમને ગાયની તુલના મોર સાથે કરી, અને બન્ને પ્રાણીઓની પ્રજાતિને પવિત્ર ગણાવી હતી… મોરની પવિત્રતાનો વિસ્તારથી વર્ણન કરતા 
 
જજ સાહેબે કહ્યું કે, મોર આજીવન બ્રહ્મચારી રહે છે… તે ક્યારેય મોરની સાથે સેક્સ કરતો નથી…. મોરના આંસુઓને પીવાથી મોરણી ગર્ભવતી થાય છે…

ભગવાન શ્રીકૃષ્ણે પણ મોરપંખ એટલે જ ઉપયોગમાં લીધો કારણ કે મોર બ્રહ્મચારી છે. સાધુ સંતો પણ એટલે જ મોરપંખનો ઉપયોગ કરે છે. મંદિરોમાં પણ મોર પંખ લગાવવામાં આવે છે. બરાબર એ જ રીતે ગાયની અંદર પણ એટલા ગુણો છે કે તેને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવી જોઈએ.
 
પોતાની સેવાના અંતિમ દિવસે ગાય વિશે સૂચન આપતા જસ્ટિસ શર્માએ કહ્યું કે નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર છે અને તેણે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યું છે. ભારત મુખ્યત્વે કૃષિપ્રધાન દેશ છે જે પશુપાલન પર આધારિત છે. બંધારણની કલમ 48 અને 51 એ(જી) મુજબ રાજ્ય સરકાર પાસે આશા રાખવામાં આવે છે કે આ દેશમાં ગાય માટે કાનૂની રસ્તો અપનાવવામાં આવશે.
 
જજ સાહેબ ક્રિમિનલ અને રાજસ્વ મામલાઓના એક્સપર્ટ છે. તેઓ બુધવારે જ રિટાયર્ડ થયા પરંતુ તેમનો આખરી ફેંસલો ચર્ચા અને વિવાદનો વિષય બન્યો છે. ખાસ કરીને પોતાના ફેસલામાં તેમણે પાછળથી મોરનું જે ઉદાહરણ આપ્યું તેના લીધે વિવાદ થયો છે. કારણ કે મોર પણ અન્ય પક્ષીઓની જેમ સેક્સ કરે છે અને ઢેલ ઈંડા મૂકે છે જેનાથી બચ્ચા પેદા થાય છે

આ નિવેદન પછી સોશલ મીડિયા  ટ્વિટર યૂઝરોએ જજ સાહેબના વિચારોને લઈને હંગામો કર્યો હતો. અને ટ્વિટર પર થોડાક સમયમાં લોકો પોતાની પોસ્ટો પર 
 
#brahmacharipeacock તથા #sanskaaripeacock હેશટેગ જોવા મળ્યા હતા.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Surat માં અનોખી પહેલ - વરરાજાને તમાકુનું વ્યસન હોય તો સમૂહલગ્નમાં નોંધણી નહીં થાય