Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચારા કૌભાંડ કેસ -3.5 વર્ષની સજા પછી લાલૂએ કહ્યુ, 'સામાજીક ન્યાય અને સમાનતા માટે મરવા પણ તૈયાર છુ'

ચારા કૌભાંડ કેસ  -3.5 વર્ષની સજા પછી લાલૂએ કહ્યુ, 'સામાજીક ન્યાય અને સમાનતા માટે મરવા પણ તૈયાર છુ'
રાંચી. , શનિવાર, 6 જાન્યુઆરી 2018 (17:20 IST)


- લાલૂ યાદવની સજા પર પપ્પુ યાદવે કહ્યુ, અગાઉ 5 વર્ષની સજા થઈ હતી. આ વખતે સાઢા ત્રણ વર્ષની. લાલૂ યાદવની વયને પણ જોવામાં આવી છે. હાઈકોર્ટ તરફથી તેમને બેલ જરૂર મળશે.  તેમનુ કરિશ્માઈ નેતૃત્વ રહ્યુ છે.  લાલૂ યાદવ વગર આરજેડીનો કોઈ મતલબ નથી.  લાલૂ યાદવજીના પરિવારે એકજૂટ રહેવુ પડશે. 
 
- આરજેડી નેતા ભોલા યાદવે કહ્યુ, લાલૂને હાઈકોર્ટમાંથી બેલ મળી જશે. 
 
- લાલૂ યાદવની સજા પર તેજપ્રતાપ યાદવે કહ્યુ, 'સત્ય અને ન્યાય માટે જે ઉભુ થાય છે તેના વિરુદ્ધ આવુ જ થાય છે પણ અમે લોકો ગભરાઈએ નહી. મજબૂતીથી અમે એક છીએ.  આરપારની લડાઈ થશે. 
- શાહનવાજ હુસૈને કહ્યુ - ન્યાયાલયે પોતાનુ કામ કર્યુ. સંદેશ છે કે જે પણ દેશનો ખજાનો લૂટશે એ પછી ભલે કેટલો પણ મોટો કેમ ન હોય.. તેને સજા મળશે. 
- કેસી ત્યાગીએ કહ્યુ હવે આરજેડીમાં એકજૂટતા મુશ્કેલ બનશે.  રાજનીતિમાં ભ્રષ્ટાચારીઓને હવે ડર લાગશે. કોર્ટના નિર્ણયને પણ આ લોકો જાતિ સાથે જોડીને જુએ છે.  એક અધ્યાયનો અંત છે. પરિવારવાદ, જાતિવાદ, ભ્રષ્ટાચારની રાજનીતિનો અંત 
- કોર્ટે બીજા દોષીઓ ફૂલચંદ આરકે રાના અને મહેશને 3.5 વર્ષની સજા સંભળાવી. 

- આપણે બધા એક સાથે આંદોલન કરનારા લોકો હતા. લોક નારાયણજી ની આત્માને કેટલુ દુખ થયુ હશે. કોંગ્રેસે વિચારવુ પડશે કે હવે ભ્રષ્ટાચારીઓથી પીછો છોડાવવો જોઈએ કે નહી. તેમના સમર્થક જજ પર પણ દબાણ નાખી રહ્યા હતા 

- લાલૂ યાદવને 3.5 વર્ષની સજા અને પાંચ લાખનો દંડ.. દંડ ન ભર્યો તો 6 મહિનાની વધુ સજા


- લાલૂ પ્રસાદ યાદવને સીબીઆઈની સ્પેશલ કોર્ટે ચારા કૌભાંડ મામલે સાઢા ત્રણ વર્ષની સજા સંભળાવી છે. આ ઉપરાંત યાદવ પર 5 લાખનો દંડ પણ લગાવ્યો છે. દંડ ન આપતા તેમને 6 મહિના જેલમાં વધુ રહેવુ પડશે. 

- બીજા કેસમા સાઈ હોવાને કારણે ચારા કૌભાંડ મામલે સજાનુ એલાન થવામાં મોડુ થઈ રહ્યુ છે.   ચારા કૌભાંડમાં દોષી બધા 16 લોકો કોંફ્રેંસમાં પહોંચી ગયા છે. 
 
- સજાનુ એલાન  થતા પહેલા વીડિયો કોન્ફ્રેંસ રૂમની બહાર સુરક્ષા ચુસ્ત કરવામાં આવી છે. 
 
રાષ્ટ્રીય જનતા દળ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવને બહુચર્ચિત અરબ રૂપિયાના ચારા કૌભાંડના નિયમિત મામલે64ए/96માં રાંચીની કેન્દ્રીય તપાસ સમિતિની વિશેષ કોર્ટમાં આજે 4 વાગ્યે વીડિયો કૉન્ફ્રેંસિંગ દ્વારા સજા સંભળાવવામાં આવી હતી. લાલૂની સજાનુ એલાનને જોતા કોર્ટની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જિગ્નેશ મેવાણીએ ફેસબુકને કર્યો મેસેજ, કહ્યુ ''મારું એકાઉન્ટ કરો વેરિફાઇડ