Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 27 April 2025
webdunia

પ્લેનની આગળ જમીન પર જમતા જોવા મળ્યા મુસાફરો, વીડિયો થયો વાયરલ

IndiGo Flight
, મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (14:20 IST)
IndiGo Flight: આ કોઈ પીકનીક પર ગયેલા લોકોની તસવીર નથી, પરંતુ આ તસવીર સંજોગોને કારણે લોકોની લાચારીનું વર્ણન કરી રહી છે. વાસ્તવમાં, દિલ્હીના ખરાબ હવામાનને કારણે, ગોવાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. જે બાદ મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓ જમીન પર બેસીને ભોજન લેતા જોવા મળ્યા હતા. સમાચાર એજન્સી ANIએ એરપોર્ટના સૂત્રોને ટાંકીને ફ્લાઈટના ડાયવર્ઝનની પુષ્ટિ કરી છે.
 
ANI અનુસાર, ઈન્ડિગોએ આ ઘટના અંગે મુસાફરોની માફી પણ માંગી છે, "અમે 14 જાન્યુઆરીએ ગોવાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E2195 સાથે સંકળાયેલી ઘટનાથી વાકેફ છીએ. દિલ્હીમાં વિઝિબિલિટી ઓછી હોવાને કારણે ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. અમે અમારા ગ્રાહકોની નિષ્ઠાપૂર્વક માફી માંગીએ છીએ અને હાલમાં આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સીમા હૈદરને મળ્યુ સરપ્રાઈજ ગિફ્ટ