Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જય ફિલિસ્તાનના નારા બાદ ઓવૈસીએ ફરીથી શપથ લેવા પડશે?

owaisi
, બુધવાર, 26 જૂન 2024 (14:32 IST)
Owaisi Jai Philistan- 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ લીધા અને ત્યારબાદ ગૃહમાં જય ફિલિસ્તાનના નારા લગાવ્યા. ફિલિસ્તાનને લઈને ઓવૈસીના સૂત્રોચ્ચાર બાદ રાજકારણ ગરમાયું છે
 
18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન સાંસદોના શપથ ગ્રહણના બીજા દિવસે AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ શપથ લીધા અને ત્યારબાદ ગૃહમાં જ જય ફિલિસ્તાનના નારા લગાવ્યા. સૌ પ્રથમ તેણે જય ભીમ કહ્યું. ત્યારબાદ જય મીમ, જય તેલંગાણા, જય ફિલિસ્તાનના નારા લાગ્યા હતા. સૂત્રોચ્ચાર બાદ રાજકારણ ગરમાયું છે. 
 
રાષ્ટ્રપતિને ગેરલાયક ઠેરવવાની માંગ
એડવોકેટ વિનીત જિંદાલે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ફરિયાદ કરવાનો દાવો કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું છે કે તેણે ભારતના બંધારણની કલમ 103 હેઠળ રાષ્ટ્રપતિ સમક્ષ ફરિયાદ કરી છે. જેમાં પેલેસ્ટાઈનના વિદેશી રાજ્ય પ્રત્યે વફાદારી દર્શાવવા બદલ અસદુદ્દીન ઓવૈસીને કલમ 102(4) હેઠળ ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઓનલાઈન ગેમના કારણે 7મા ધોરણના વિદ્યાર્થીએ 14મા માળેથી કૂદી પડી મોત