Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Covid Vaccination: મુંબઈએ પાર કર્યો વેક્સીનેશનો એક કરોડનો આંકડો, આવુ કરનારો દેશનો પ્રથમ જીલ્લો

Covid Vaccination:  મુંબઈએ પાર કર્યો વેક્સીનેશનો એક કરોડનો આંકડો, આવુ કરનારો દેશનો પ્રથમ જીલ્લો
, શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (19:12 IST)
Covid Vaccination: દેશમાં દરરોજ કોવિડ -19 વેક્સીનેશનના નવા રેકોર્ડ બની રહ્યા છે. વેક્સીનેશનનો આવો જ એક રેકોર્ડ મુંબઈના નામે થયો છે. દેશમાં એક કરોડ રસીનો આંકડો પાર કરનાર મુંબઈ પ્રથમ જિલ્લો બની ગયો છે. કોવિન (CoWIN) પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, મુંબઈમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વેક્સીનના 1,00,63,497 ડોઝ આપવામાં આવ્યા છે. તેમાંથી 72,75,134 લોકોને રસીનો એક ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 27,88,363 લોકોને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
 
કોવિન પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, મુંબઈ જિલ્લાના 507 કેન્દ્રો પર આ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમાંથી 325 સરકારી કેન્દ્રો છે જ્યારે 182 કેન્દ્રો ખાનગી હોસ્પિટલો દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.
 
27 ઓગસ્ટના રોજ સૌથી વધુ વેક્સીનની ડોઝ લગાડાઈ 
 
કોવિન પોર્ટલ મુજબ મુંબઈમાં છેલ્લા 30 દિવસના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ માત્રા 27 ઓગસ્ટના રોજ વેક્સીન લગાવવામાં આવી હતી. અહીં આ દિવસે 1,77,017 લોકોને રસી આપવામાં આવી હતી. આ સિવાય 21 ઓગસ્ટના રોજ 1,63,775 લોકોને વેક્સીન આપવામાં આવી હતી જ્યારે 23 ઓગસ્ટના રોજ 1,53,881 લોકોને વેક્સીન આપવામાં આવી હતી.
 
બીજી બાજુ જો આપણે કોવિડના નવા કેસોની વાત કરીએ તો શુક્રવારે મુંબઈમાં 422 કેસ નોંધાયા છે. આ સતત ત્રીજો દિવસ છે જ્યારે અહીં કોવિડ સંક્રમણના 400 થી વધુ કેસ મળી આવ્યા છે. આ સાથે, શુક્રવારે અહીં કોવિડને કારણે ત્રણ લોકોના મોત પણ થયા હતા. બીએમસીના જણાવ્યા અનુસાર, મુંબઈમાં કોવિડ કેસની કુલ સંખ્યા 7,45,434 પર પહોંચી ગઈ છે જ્યારે અત્યાર સુધીમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 15,987 પર પહોંચી ગઈ છે. બીએમસીના એક અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં મુંબઈમાં કોવિડ-19 ના 3,532  એક્ટિવ કેસ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે ખેડુતો વૃક્ષોનું વાવેતર કરીને કાર્બન ક્રેડિટના આધારે આવક મેળવી શકશે