Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

One Nation One Election-2019માં લોકસભાની સાથે જ થઈ શકે છે 12 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી

One Nation One Election-2019માં લોકસભાની સાથે જ થઈ શકે છે 12 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી
, મંગળવાર, 14 ઑગસ્ટ 2018 (11:05 IST)
આખા દેશમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરાવવામા ભલે જ સંવૈધાનિક પરેશાની થાય, પણ આગામી વર્ષે લોકસભા સાથે એક ડઝન રાજ્યોના વિધાનસભા ચૂંટણી કરાવી શકાય છે.  એક સાથે ચૂંટણી કરવવાની દિશામાં આ મોટી શરૂઆત થશે.  આ માટે  કોઈ પ્રકારના સંવિધાન સંશોધન અને કાયદા ફેરફારોની જરૂર પણ નહી રહે. 
 
ભાજપા અને સરકારના ઉચ્ચ પદસ્થ સૂત્રો મુજબ, જોકે ચૂંટણી પંચ અને મોટાભાગના દળ એક સાથે ચૂંટણી કરાવેલ આવવાની સમર્થનમાં છે. આવામાં આગામી વર્ષે લોકસભા ચૂંટણી દ્વારા તેની શરૂઆત થઈ શકે છે. આ માટે જે ફોર્મૂલા તૈયાર કરવામાં આવ્યો છે તેના મુજબ લોકસભા ચૂંટણી સાથે ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાનાની ચૂંટણી તો થવાની જ છે  અન્ય કેટલાક રાજ્ય પણ સામેલ થઈ શકે છે. 
 
થોડા મહિના આગળ વધી શકે છે ચાર રાજ્યોની ચૂંટણી 
 
આ પહેલા આ વર્ષના અંતમા જે ચાર રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિજોરમની ચૂંટણી થવાની છે તેમા કેટલાકની વિધાનસભા સમય ફેબ્રુઆરી 2019 સુધી છે. આવામાં ત્યા બે ચાર મહિનાનુ રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. જો કે ચૂંટણી પંચ પણ એક દેશ એક ચૂંટણીના પક્ષમાં છે. તેથી આવુ કરવામાં વધુ પરેશાની નહી આવે. 
 
લોકસભા ચૂંટણી સાથે ઓરિસ્સા, તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થશે. લોકસભા ચૂંટણીના 6 મહિના બાદ હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જે રાજ્યોમાં લોકસભા ચૂંટણી બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યા તમામ જગ્યાએ ભાજપની સરકાર છે. એવામા એ સંભવ છે કે ભાજપ વન નેશન વન ઈલેક્શ મુજબ લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી કરાવે.
 
આ 10 રાજ્યો સિવાય બિહાર વિધાનસભા ચૂંટણી પણ લોકસભા ચૂંટણી સાથે યોજાઈ શકે છે. બિહાર વિધાનસભાનો કાર્યકાળ 2020ના અંત સુધી છે, પરંતુ એવી ઘણા મોકા આવ્યા છે કે વન નેશન વન ઈલેક્શનના મુદ્દા પર નીતીશ કુમારે પીએમ મોદીને સમર્થન આપ્યું છે. આવામા સંભવ છે કે નીતીશ કુમાર આ મુહિમમાં ભાજપને સાથ આપે.
 
ભાજપ તરફથી એક દેશ એક ચૂંટણીના પક્ષમાં 8 પેઈઝનું સોંગધનામુ પણ કાનૂન આયોગને આપવામાં આવ્યું છે. આગમી થોડા મહિનાઓમાં આ દિશામાં ચૂંટણી પંચ, કેંદ્ર સરકાર અને 11 રાજ્ય એક સાથે આગળ વધશે તો એક દેશ એક ચૂંટણીની દિશામાં આ એક મહત્વનું પગલું હોઈ શકે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IRCTC પર આ રીતે કરાવશો ટિકિટ બુક, તો સસ્તી પડશે ટિકિટ