હરિયાણા પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલાનુ શુક્રવારે નિધન થઈ ગયુ. ગુરૂગ્રામ મેદાંતામાં તેમણે બપોરે લગભગ 12 વાગે અંતિમ શ્વાસ લીધા. તેમને શ્વાસ લેવામાં સમસ્યા હતી. 3-4 વર્ષથી મેદાંતામાં જ તેમની સારવાર ચાલી રહી હતી. શુક્રવારે અચાનક તબિયત બગડતા તેમને 11:35 પર મેદાંતાની ઈમરજેંસીમાં લાવવામાં આવ્યા હતા. મેદાંતા પ્રશાસને તેમના નિધનની પુષ્ટિ કરી છે.
સિરસાના ગામા ચૌટાલામાં થયો હતો જન્મ
ઓમ પ્રકાશ ચૌટાલાનો જન્મ 1 ફેબ્રુઆરી 1935માં સિરસા ગામના ચૌટાલામાં થયો હતો. ચૌટાલા પાંચ વખત હરિયાણાના સીએમ રહી ચૂક્યા છે. ચૌટાલા 2 ડિસેમ્બર, 1989ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ 22 મે 1990 સુધી આ પદ પર રહ્યા. 12 જુલાઈ, 1990 ના રોજ, ચૌટાલાએ બીજી વખત મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા, જ્યારે તત્કાલિન મુખ્ય પ્રધાન બનારસી દાસ ગુપ્તાને બે મહિનાની અંદર પદ પરથી હટાવી દેવામાં આવ્યા. જોકે, ચૌટાલાએ પણ પાંચ દિવસ બાદ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. 22 એપ્રિલ 1991ના રોજ ચૌટાલાએ ત્રીજી વખત સીએમ પદ સંભાળ્યું. પરંતુ તેના બે સપ્તાહ બાદ જ કેન્દ્ર સરકારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું.
ઓમપ્રકાશ ચૌટાલા (Om Prakash Chautala) 2 ડિસેમ્બર, 1989ના રોજ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા અને 171 દિવસ સુધી આ પદ પર રહ્યા. આ પછી તેઓ 12 જુલાઈ 1990ના રોજ સીએમ બન્યા અને પાંચ દિવસ સુધી સીએમ રહ્યા. આ પછી તેઓ 22 માર્ચ 1991ના રોજ ફરીથી મુખ્યમંત્રી બન્યા અને 15 દિવસ સુધી રહ્યા.