rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેશના જુદા-જુદા ભાગમાં બ્લાસ્ટ કરવાના હતા આતંકવાદી, જાણો કેવી રીતે પ્લાન થયો ફેલ

redfort blast car
નવી દિલ્હી. , ગુરુવાર, 13 નવેમ્બર 2025 (10:53 IST)
​દિલ્હી પોલીસ અને  હરિયાણા પોલીસની સંયુક્ત તપાસમાં લાલ કિલ્લાની પાસે થયેલા વિસ્ફોટના ષડયંત્ર પાછળ ડોક્ટરોની આડમાં ચાલી રહેલો આતંકનો મોટો ખેલ સામે આવ્યો છે.  મુખ્ય આરોપી ડૉ. મુજમ્મિલ, ડો. આદિલ, ઉમર અને શાહીને મળીને લગભગ 20 લાખ રૂપિયા કેશ એકત્ર કરી હતી જે ઉમર ને આપવામાં આવી હતી.  આ પૈસાથી ગુરૂગ્રામ, નૂંહ અને આસપાસના વિસ્તારોમાંથી 20 ક્વિંટલથી વધુ  NPK ઉર્વરક એટલે કે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ખરીદવામાં આવ્યુ હતુ, જેની કિમંત 3 લાખ રૂપિયા હતી. આ ઉર્વરકથી IED બનાવવાની યોજના હતી. દિલ્હી પોલીસના અધિકારીઓ મુજબ, ઉમર અને ડૉ. મુજમ્મિલની વચ્ચે પૈસાને લઈને વિવાદ પણ થયો હતો.   

બોમ્બ બ્લાસ્ટનુ ખૂબ મોટુ કરવામાં આવ્યુ હતુ પ્લાનિંગ 
અહેવાલો અનુસાર, ઉમરે સિગ્નલ એપ પર 2-4 સભ્યોનું એક જૂથ બનાવ્યું હતું, જ્યાં કાવતરા વિશે ચર્ચા થઈ હતી. ઉમર પાસે એક i-20 કાર હતી, જે વિસ્ફોટકોથી સજ્જ હતી. વધુમાં, એક લાલ ઇકોસ્પોર્ટ અને બે અન્ય કાર પણ વિસ્ફોટકોથી સજ્જ થવાની હતી. વિવિધ સ્થળોએ વિસ્ફોટ માટે જૂની, સેકન્ડ હેન્ડ કાર ગોઠવવામાં આવી હતી. હરિયાણા પોલીસના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે ડોકટરોના વેશમાં આતંકવાદનો ખેલ રમી રહેલા આ આરોપીઓની બોમ્બ વિસ્ફોટની મોટી યોજના હતી. માત્ર દિલ્હી જ નહીં, પરંતુ અયોધ્યા અને પ્રયાગરાજ સહિત અનેક સ્થળોને નિશાન બનાવવાના હતા. બે જૂથોમાં આઠ આતંકવાદીઓ તૈયાર કરવામાં આવ્યા હતા. દિલ્હીમાં i-20 કારમાં થયેલા વિસ્ફોટમાં 12 લોકો માર્યા ગયા અને 20 થી વધુ ઘાયલ થયા.
 
તારીખ નક્કી કરતા પહેલા થઈ ધરપકડ 
ડૉ. મુઝમ્મિલ સહિત ઘણા આતંકવાદી ડૉક્ટરોની ધરપકડ થાય તે પહેલાં બ્લાસ્ટની તારીખ નક્કી થઈ શકી ન હતી. જો જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આ યુનિવર્સિટી અને ડૉક્ટરોના કાવતરાનો પર્દાફાશ ન થયો હોત, તો દેશના વિવિધ ભાગોમાં એકસાથે 4 થી 5 બ્લાસ્ટ કરવાની યોજના હતી. તમને જણાવી દઈએ કે લાલ કિલ્લા બ્લાસ્ટ સ્થળ પરથી એકત્રિત કરાયેલા નમૂનાઓના ડીએનએ ટેસ્ટમાં પુષ્ટિ થઈ છે કે ડૉ. ઉમર નબી તે કાર ચલાવી રહ્યા હતા જેમાં બ્લાસ્ટ થયો હતો. પોલીસ સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે ઉમરની માતાના ડીએનએ ટેસ્ટના પરિણામો પુષ્ટિ કરે છે કે ઉમર ખરેખર બ્લાસ્ટમાં વપરાયેલી કાર ચલાવી રહ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિલ્હી કાર બ્લાસ્ટમાં મોટો ખુલાસો: ચાર શહેરોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોનું આયોજન કરવામાં આવ્યું હતું, આ રીતે સમગ્ર યોજના ઘડવામાં આવી હતી.