પ્રચલિત થઈ રહેલી પ્રણાલી પ્રમાણે દશેરાના દિવસે આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય કેન્દ્ર પર ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની ઉપસ્થિતિમાં જાપાન,મોંગોલીયા અને અમેરિકાના આંતરરાષ્ટ્રીય દંપતીઓએ વૈદિક વિધિથી લગ્ન કર્યા.
ગુરુદેવે આધ્યાત્મિક જ્ઞાન, યોગ અને આયુર્વેદની ભેટ લાખો લોકોને આપી છે.એ ઉપરાંત તેમણે અનેક ભારતીય પરંપરાઓ કે જે સમયાંતરે નષ્ટ થઈ ગઈ હતી તેમને પુનઃજીવીત કરી છે.તેમાંની એક છે પારંપરિક વૈદિક લગ્ન, જેમાં શાસ્ત્રોના પૌરાણિક મંત્રો અને ઊંડો આધ્યાત્મિક અર્થ ધરાવતી વિધિઓ કરવામાં આવે છે. અતિ સમૃધ્ધિથી કરવામાં આવતા ભારતીય લગ્નોના આ જમાનામાં ગુરુદેવ વૈદિક લગ્નોને પ્રચલિત કરી રહ્યા છે,જેમાં પવિત્ર વચન પર ભાર મુકવામાં આવે છે.પૌરાણિક શાસ્ત્રો અનુસાર ધાર્મિક રીતે કરવામાં આવતા લગ્નોમાં બે લોકોને શાશ્વત રીતે અજોડ બંધનમાં જોડવા અર્થે મંત્રોચ્ચાર કરવામાં આવે છે.એ વિધિ દંપતીઓને,જે રીતે ભાત દાળમાં ભળીને સંપૂર્ણ બને છે તે રીતે, ચેતનાના ઐક્યની યાદ અપાવે છે.
મોંગોલીયાના બાયસ્ગલાન અને સુરેન્જર્ગલે જણાવ્યું,"અમારી ઉપર આશીર્વાદની વર્ષા થતી હોય તેવો અમને અનુભવ થયો.આજે અમારા માટે એક ભવ્ય નવી શરૂઆત થઈ રહી છે."
દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનના રે મોંગી અને લોરેન ડર્બી-લેવીસે કહ્યું,"અમે ૮ વર્ષોથી સાથે છીએ.મારા સાથીદારને વૈદિક વિધિથી જ લગ્ન કરવાની ઈચ્છા હતી.આથી અમને ખ્યાલ હતો કે કેવી વિધિ હશે.અહીં કરવામાં આવેલી વિધિ એકદમ પરિપૂર્ણ હતી.જે રીતે પંડિતોના મંત્રોચ્ચાર હતા અને ગુરુદેવના આશીર્વાદ મળ્યા,એનાથી વિશેષ શું જોઈએ?
દશેરા પહેલાના નવ દિવસો દરમ્યાન આર્ટ ઓફ લિવિંગના આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં વાતાવરણ પૌરાણિક વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઊઠ્યું હતું. વિવિધ હોમ-હવનની પવિત્ર વિધિઓ, ભક્તિમય સંગીત, નૃત્ય, જ્ઞાન સહિત ઉજવણીઓથી કેન્દ્ર ધમધમતું રહ્યું હતું. દુનિયાભરમાંથી લાખો ભક્તો નવરાત્રિના નવ દિવસના ઉત્સવમાં ભાગ લેવા ઉમટ્યા હતા.
માતાજીની આરાધના માટે દુનિયાભરના ૩૦ કેન્દ્રોમાં નવચંડી કરવામાં આવી હતી.તેમાં નેપાળ,યુએઈ,મોરેશિયસ અને કેનેડાનો પણ સમાવેશ થાય છે. ભારતમાં ૧૦૦ કેન્દ્રોમાં દૂર્ગા હોમ કરવામાં આવ્યા હતા. અષ્ટમીના પવિત્ર દિવસે આશ્રમના રસોડે ૧.૨ લાખ કરતાં વધારે લોકોએ ભોજન લીધું હતું.એ પ્રસાદમાં ૧૭ કરતાં વધારે સ્વાદિષ્ટ અને શાહી શાકાહારી વાનગીઓ હતી.