Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Viral Video - ડે કેયરમાં 15 મહિનાની બાળકીને જમીન પર પછાડી, બચતા ભર્યા, વીડિયો જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જશેVi

Day Care Video
નોએડા. , સોમવાર, 11 ઑગસ્ટ 2025 (15:02 IST)
Day Care Video
ઉત્તર પ્રદેશના નોએડાના સેક્ટર 137 સ્થિત પારસ ટિયરા સોસાયટીના ડે-કેયરમાં 15 મહિનાની માસૂમ બાળકી સાથે મારપીટ અને અમાનવીય વ્યવ્હારનો મામલો સામે આવ્યો છે.  જ્યા સગીર મેડ પર આરોપ છે કે તેણે બાળકીને થપ્પડ મારી અને જમીન પટકી દીધી. મેડ આટલેથી જ ન રોકાઈ, આરોપ છે કે મેડ એ બાળકીને પ્લાસ્ટિકના બેલ્ટથી મારી અને બચકાં પણ ભર્યા છે.  બાળકીની માતાની ફરિયાદ પર સેક્ટર 142 પોલીસ મથકની પોલીસે એફઆઈઆર નોંધાવી લીધી છે.  
 
પરિજનોનો શુ છે આરોપ 
આ મામલે પરિજનોને આરોપ લગાવ્યો કે બાળકીને દાંતથી બચકા ભરવાના નિશાન પણ જોવા મળ્યા છે. ડોક્ટરે આ ઘા ને બાઈટ એટલે કે કરડવાની ચોખવટ કરી છે. બાળકીને થપ્પડ મારવી જમીન પર પછાડવા અને પ્લાસ્ટિક બેલ્ટથી મારવાની વાત સામે આવી છે.  આ ઘટનાની ચોખવટ સીસીટીવી ફુટેજ દ્વારા થઈ છે. જેમા મેડ બાળકીને જમીન પર પટકતી અને બાળકી જોર-જોરથી રડતી દેખાય રહી છે.  

 
અભદ્ર ભાષાની વાત 
આ મામલામાં હેરાન થવાની વાત એ છે કે ઘટના દરમિયાન ડે-કેયરના પ્રમુખે કોઈ હસ્તક્ષેપ ન કર્યો. ફરિયાદમાં એ પણ આરોપ લગાવ્યો કે મેડ અને ડે કેયર પ્રમુખે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો. પોલીસે મામલાની ગંભીરતા લેતા મેડની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ ચાલુ છે. આ ઘટનાએ શહેરમાં નાના બાળકોની દેખરેખને લઈને ડે-કેયર સંસ્થાનોની દેખરેખ અને જવાબદારી પર ફરીથી સવાલ ઉભા કરી દીધા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વોશિંગ મશીનમાં વાસણો ધોતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા, કહ્યું- બહેન, શું આ કોઈ નવી શોધ છે?