નાણામંત્રી નિર્મલા સીતારમણ દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં દાખાલ થઈ છે. નાણા મંત્રાલયના અધિકારીઓના મુજબ મંત્રીનુ રૂટીન ચેકઅપ કરાઈ રહ્યુ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સીતારમણને નિયમિત તપાસ અને પેટના નાના ચેપને કારણે એમ્સના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
ટૂંક સમયમાં રજા આપવામાં આવશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને આજે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં નાની તકલીફ ઉભી થતાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે 63 વર્ષીય મંત્રીને બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને રૂટિન ચેકઅપ બાદ રજા આપવામાં આવે તેવી શક્યતા છે
જણાવીએ કે શનિવારે નિર્મલા સીતારમણે ચેન્નાઈમાં તમિલનાડુ ડૉ. એમજીઆર મેડિકલ યુનિવર્સિટીના 35મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી