Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

ઓમિક્રોનના કારણે UP માં નાઈટ કર્ફ્યુ પરત, 25 ડિસેમ્બરથી ફરી શરૂ થશે પ્રતિબંધો

CM Yogi Adityanath
, શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (13:15 IST)
કોરોનાના નવા વેરિએંટ ઓમિક્રોનએ યૂપીમાં એક વાર ફરીથી નાઈટ કર્ફ્યુ પરત આવ્યુ છે. યોગી સરકારએ 25 ડિસેમ્બરથી રાત્રે 11 વાગ્યેથી સવારે 5 વાગ્યે સુધી માટે નાઈટ કર્ફ્યુ લાગુ કરી દીધો છે. તેની સાથે જ લગ્ન સભારંભમાં પણ બ સૌ થી વધારે મેહમાનને બોલાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. 
 
સીએમ યોગી આદિત્યનાથએ ટીમ -9 એ આદેશ આપ્યુ છે કે કાલથી રાત્રિકાલીન કર્ફ્યુને પ્રભાવી રીતે લાગુ કરાય રાત્રે 11 વાગ્યેથી સવારે પાંચ વાગ્યે સુધી કર્ફ્યુ લાગુ રહેશે. લગ્ન વગેરે સાવર્જનિક આયોજનમાં કોવિડ પ્રોટોકોલની સાથે 200 લોકોની ભાગીદારીની પરવાનગી રહેશે. આયોજનકર્તા તેની સૂચના સ્થાનીય પ્રશાસનને આપશે. કોરોના વાયરસના નવા વેરિએંટને જોતા લખનઉમાં પહેલાથી જ ધારા 144 લાગુ કરી દેધી હતી. તેની સાથે આખા પ્રદેશમાં સાર્વજનિક જગ્યા પર સામાજિક દૂરી અને માસ્કનો ઉપયોગ ફરજિયાત કરાયુ છે. સીએમ યોગીએ અધિકારીઓને ઓમિક્રોનના પ્રત્યે સાવધ કરતા સરકારી હોસ્પીટલોમાં બેડની સંખ્યા વધારવા અને બીજી જરૂરી ઉપાય કરવા કહ્યુ છે.  
 
આ પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે
યુપીમાં 25 ડિસેમ્બરથી રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવામાં આવશે
-કોવિડ પ્રોટોકોલ સાથે, લગ્ન વગેરેમાં વધુમાં વધુ 200 લોકોને હાજરી આપવાની મંજૂરી છે, તેની માહિતી સ્થાનિક પ્રશાસનને આપવાની રહેશે.
- દુકાનદારોને સૂચના - માસ્ક વિના ખરીદદારોને માલ ન આપો
શેરીઓ/બજારોમાં દરેક વ્યક્તિ માટે માસ્ક ફરજિયાત રહેશે
કોઈપણ અન્ય રાજ્ય અથવા દેશમાંથી યુપી આવનાર દરેક વ્યક્તિનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવશે.
યુપીમાં મોનિટરિંગ કમિટીઓ ફરી સક્રિય થશે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતથી સગીરાને કેટરિંગની આડમાં ડીસા લઈ જઈ 4 લાખમાં વેચી દેવાઈ