Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદી સરકારની નવી કેબિનેટમાં આ કદાવર નેતાઓને ન મળ્યુ સ્થાન, જુઓ લિસ્ટ

મોદી સરકારની નવી કેબિનેટમાં આ કદાવર નેતાઓને ન મળ્યુ સ્થાન, જુઓ લિસ્ટ
, શુક્રવાર, 31 મે 2019 (11:10 IST)
પ્રધાનમંત્રીના રૂપમાં નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ગુરૂવારે બીજી વાર શપથ લીધી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ram Nath Kovind)એ પીએમ મોદી (PM Modi)ને પદ અને ગોપનીયતાની શપથ અપાવી. પીએમ મોદી સાથે રાજનાથ સિંહ , અમિત શાહ, નિતિન ગડકરી અને નિર્મલા સીતારમણ સહિત તમામ નેતાઓએ પણ મંત્રી પદની શપથ લીધી. જોકે આ વખતે અનેક દિગ્ગજ નેતાઓને પીએમ મોદીની નવી કેબિનેટમાં સ્થાન ન મલ્યુ. શપથ ગ્રહણ સમારંભ પહેલા એવા અનુમાન લગાવી રહ્યા હતા કે આ દિગ્ગજ મોદી સરકારનો ભાગ રહેશે. 
 
અરૂણ જેટલી: નવી કેબિનેટમાં પૂર્વ નાણાકીય મંત્રી અરુણ જેટલીનો સમાવેશ થયો નથી. તેમણે પોતાના સ્વાસ્થ્યને લઈને આ અંગે પહેલા જ મોદીજીને ટ્વિટર પર જણાવી દીધુ હતુ.  અરૂણ જેટલી એ તબિયતનો હવાલો આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મંત્રીપદની જવાબદારી નહીં આપવાની અપીલ કરી હતી કે તેઓ  જવાબદારી લેવા માંગતા નથી. 
 
સુષ્મા સ્વરાજ: 2014મા કેન્દ્રમાં ભાજપના નેતૃત્વમાં એનડીએની સરકાર બની તો સુષ્મા સ્વરાજને વિદેશ મંત્રાલય સોંપ્યું. સુષ્માએ છેલ્લાં પાંચ વર્ષમાં શાનદાર રીતે કામ કર્યું. લોકો સીધા ટ્વિટર પર સુષ્મા પાસે મદદ માંગતા હતા અને વિદેશ મંત્રી મદદ માટે હાજર રહેતા હતા. પરંતુ આ સરકારમાં સુષ્મા સામેલ થયા નથી. જો કે તેમણે તબિયતનો હવાલો આપી પહેલાં જ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેથી તેમને પણ નવી સરકારમાં લેવામાં આવ્યા નથી. 
 
રાજ્યવર્ધન સિંહ રાઠોડ: પૂર્વ ઓલિમ્પિયન અને રમત અને માહિતી-પ્રસારણ મંત્રાલયનો સફળતાપૂર્વક કાર્યભાર સંભાળનાર રાઠોરને પણ મંત્રીપરિષદમાં સામેલ કરાયા નથી.
 
મેનકા ગાંધી: મેનકા ગાંધી સુલ્તાનપુર લોકસભા સીટ પરથી જીતીને સંસદ પહોંચ્યા છે, પાછલી ચૂંટણીમાં મેનકા પીલીભીતથી જીતીને આવ્યા હતા અને તેમને કેન્દ્રીય મંત્રી બનાવામાં આવ્યા હતા. પરંતુ આ સરકારમાં મેનકા ગાંધીને જગ્યા મળી શકી નથી.
 
જે.પી.નડ્ડા: મોદી સરકારના પાછલા કાર્યકાળમાં નડ્ડા સ્વાસ્થ્ય મંત્રી હતા અને આ વખતે તેમનું નામ પણ મંત્રીઓની યાદીમાં સામેલ નહોતું. જો કે એ વાતનો અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે તેઓ અમિત શાહની જગ્યાએ ભાજપના અધ્યક્ષ બની શકે છે.
 
સુરેશ પ્રભુ: પાછલી સરકારમાં સુરેશ પ્રભુને પહેલાં કેન્દ્રીય રેલવેમંત્રી બનાવ્યા હતા બાદમાં તેમને વાણિજય અને ઉદ્યોગમંત્રી બનાવ્યા હતા. પરંતુ નવી સરકારમાં સુરેશ પ્રભુને જગ્યા મળી નથી.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શેર બજારે કર્યુ મોદીનુ વેલકમ, સેંસેક્સ 40 હજારને પાર