Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

100 કરોડની પ્રોપર્ટી છોડીને આ નીમચના આ દંપતિ સુરતમાં લેશે દીક્ષા !!

100 કરોડની પ્રોપર્ટી છોડીને આ નીમચના આ દંપતિ સુરતમાં લેશે દીક્ષા !!
, શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (11:49 IST)
મધ્યપ્રદેશના નીમચ જીલ્લામાં રહેનારા એક કપલે સંન્યાસી બનવા માટે પોતાની ત્રણ વર્ષીય બાળકી અને 100 કરોડની પ્રોપર્ટી છોડી દીધી.  કપલના આ નિર્ણયથી આસપાસના લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. 
35 વર્ષના સુમિત રાઠોડ અને તેમની પત્ની 24 વર્ષીય અનામિકા 23 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના સૂરતમાં દિક્ષા લેશે. બંનેને આચાર્ય રામપાલ મહારાજ દીક્ષા અપાવશે. 
 
ભોપાલથી 400 કિલોમીટર દૂર નીમચના લોકો બંનેના આ નિર્ણય પર ચર્ચા કરી રહ્યા છે. લોકો નવાઈ પામી રહ્યા છે કે રાજનીતિ અને વેપારમાં આટલા સફળ હોવા છતા પણ સુમિત અને અનામિકાએ સંન્યાસી બનવાનો નિર્ણય કેવી રીતે લીધો. અનામિકાના પિતા અશોકે જણાવ્યુ કે પુત્રી અને જમાઈના સંન્યાસી બની ગયા પછી પૌત્રીની જવાબદારી તેઓ ઉઠાવશે.  તેમણે કહ્યુ કે કોઈપણ પોતાના ધાર્મિક નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે અને તેને રોકી શકાતો નથી. બીજી બાજુ સુમિતના વેપારી પિતા રાજેન્દ્ર સિંહ રાઠોડનુ કહેવુ છે કે અમને એવુ તો લાગતુ હતુ કે એ સંન્યાસી બની જશે પણ આટલુ જલ્દી બધુ થશે એવુ વિચાર્યુ નહોતુ. 
 
ઉલ્લેખનીય છે કે સુમિત અને અનામિકાએ સંન્યાસી બનવાનો નિર્ણય એ જ સમયે લઈ લીધો હતો જ્યારે તેમની પુત્રી આઠ મહિનાની હતી. બંને એકબીજાથી જુદા પણ રહેવા લાગ્યા હતા.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રોડરેજમાં રને મહિલા મારી થપ્પડ, મહિલાની ધરપકડ