નરેન્દ્ર મોદી મંગળવારે સવારે અચાનક પોતાના માતા હીરાબા ને મળવા તેમના ઘરે પહોંચ્યા. સાથે જ સવારે લગભગ એક કલાકનો સમય વિતાવ્યો. મા સાથે નાસ્તો પણ કર્યો. પછી ટ્વીટમાં જણાવ્યુ કે માતાને મળવાને કારણે આજે યોગ ન કરી શક્યો. મોદી રોજ યોગા કરે છે. ઉલ્લેખનીય છે કે તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. અહી તો વાઈબ્રેન્ટ સમિટમાં ભાગ લેશે.
મોદીની માતા તેમના ભાઈ પંકજ મોદી પાસે રહે છે. પંકજ સરકારી ઓફિસર છે.
- આ પહેલા મોદી પોતાના 66માં જન્મદિવસે માતા હિરાબાને મળવા પહોંચ્યા હતા. તેઓ લગભગ અડધો કલાક મા સાથે રહ્યા.
- મુલાકાત પછી મોદીએ ટ્વીટ કર્યુ.. મા ની મમતા, મા નો આશીર્વાદ જીવનની જડી-બૂટી છે.
- મોદીએ પોતાની માતા સાથે મુલાકાત કરવા પર કેજરીવાલે ટ્વીટ કરીને તેમના પર નિશાન સાધ્યુ છે
- તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ, "હુ પણ મારી મા સાથે રહુ છુ. રોજ તેમના આશીર્વાદ લઉ છુ. પણ ઢોલ નથી વગાડતો. હુ મા ને રાજનીતિ માટે બેંકની લાઈનમાં પણ ઉભો નથી રાખતો."