Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દુષ્કર્મ કેસમાં કોર્ટે નારાયણસાંઈને જનમટીપની સજા ફટકારી

દુષ્કર્મ કેસમાં કોર્ટે નારાયણસાંઈને જનમટીપની સજા ફટકારી
, મંગળવાર, 30 એપ્રિલ 2019 (17:39 IST)
દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર થયેલા નારાયણ સાંઇને કોર્ટે આજીવન કેદની સજા સાથે જ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો દંડની રકમ નહીં ભરે તો વધુ એક વર્ષની સજા ફટકારવામાં આવશે.જ્યારે ગંગા જમનાને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. મંગળવારે સવારે 11 વાગ્યાની આસપાસ નારાયણ સાંઇને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જે બાદમાં કોર્ટ રૂમમાં સરકારી અને નારાયણ સાંઇના વકીલો વચ્ચે સજા માટે દલીલો શરૂ થઈ હતી.નારાયણ સાંઇ સહિત પાંચ લોકોને 26મી એપ્રિલના રોજ બળાત્કાર કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા, જે બાદ સજા માટે 30મી એપ્રિલ તારીખ જાહેર કરવામાં આવી હતી. કેસ અંગે વિગત આપતા સરકારી વકીલ જણાવ્યું હતું કે, આ કેસમાં સાંઈ ઉપરાંત તેના મદદગાર ગંગા, જમના, હનુમાન અને રમેશ રાજકુમાર મલ્હોત્રાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. સરકાર તરફથી 53 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા, જ્યારે સામે પક્ષે 43 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં હજારો દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હતા.સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે નારાયણ સાંઈ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 C, 377, 354, 323, 504, 506, 120 B, અને 114 લગાડવામાં આવી છે. ગંગા અને જમના સામે કલમ 120 પ્રમાણે ચાર્જફ્રેમ કરવામાં આવ્યા હતા. ગંગા-જમનાને પણ મુખ્ય આરોપી જેટલી જ સજા ફટકારવામાં આવશે. સાંઈને જે કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો છે તેમાં ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ ઉંમરકેદની સજાની જોગવાઈ છે.ગંગા અને જમના નારાયણ સાંઈની મુખ્ય મદદગાર હતી. બંને સામે પણ મુખ્ય આરોપી સાંઈ જેટલો જ ગુનો લાગશે. નારાયણ સાંઈ જે યુવતીને પસંદ કરતો તેનું બ્રેઇનવોશ કરવાનું કામ ગંગા અને જમના કરતી હતી. એટલું જ નારાયણ સાંઈ સામે ફરિયાદ આપનારી પીડિત યુવતી જ્યારે પોતાના ઘરે જવા માંગતી હતી ત્યારે ગંગા અને જમનાએ તેને રૂમમાં પૂરી દીધી હતી, તેમજ માર માર્યો હતો.હનુમાન નારાયણ સાંઈનો મુખ્ય મદદગાર હતો. બનાવના દિવસે હનુમાન પીડિતાને આશ્રમના દરવાજાથી નારાયણ સાંઈની કુટિર સુધી લઈ ગયો હતો. હનુમાન છેક સુધી નારાયણ સાંઈની સાથે હતો. તે સાંઈના મદદગાર તરીકે કામ કરતો હતો. આ કેસમાં નેહા દિવાન અને અજય દિવાનને કોર્ટે છોડી મૂક્યા છે. નારાયણ સાંઈ જે ગાડીમાંથી મળ્યો હતો તે નેહા અને અજય દિવાનના નામે નોંધાયેલી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Labour Day- આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે, જાણો કેમ ઉજવાય છે આ દિવસ