Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mumbai: ઉંદરોએ એ રીતે ગાયબ કર્યા ઘરેણા કે બોલાવી પડી પોલીસ, જાણો શુ છે મામલો

mouse gold
, શુક્રવાર, 17 જૂન 2022 (10:12 IST)
Mumbai: ઉંદર નુકશાન કરવામાં એક્સપર્ટ હોય છે. કદાચ જ એવુ કોઈ હોય જેને ઉંદરોને બદલે નુકશાન સહન ન કરવુ પડ્યુ હોય. અનેકવાર તે તમારી ખૂબ જ જરૂરી વસ્તુ પણ ગાયબ કરી દે છે. પણ મુંબઈમાં તો ઉંદરોએ કમાલ કરી નાખી. ઉંદરોએ એક મહિલાના 10 તોલા સોનાના ઘરેણા જ ગાયબ કરી નાખ્યા. જી હા. ઉંદરોએ જ સોનાના ઘરેણા ગાયબ કરી દીધા. એ તો મુંબઈ પોલીસને સલામ અને આધુનિક સુવિદ્યા સીસીટીવીને કારણે એ ઘરેણા સહીસલામત મળી ગયા. 
 
મુંબઈમાં પોલીસે ઉંદરોના દરમાંથી સોનાના દાગીનાથી ભરેલી ખોવાયેલી બેગ જપ્ત  કરી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ઉપનગરીય  ડિંડોશીની રહેનારી  સુંદરી પ્લેનીબેલે સોમવારે પોલીસનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેના દસ તોલા સોનાના ઘરેણાં ખોવાય ગયા છે. 
 
વડાપાવ સાથે મુક્યા હતા ઘરેણા 
ઘરેલુ સહાયક તરીકે કામ કરતી પ્લાનિબેલે પોલીસને જણાવ્યું કે સોમવારે સાંજે જ્યારે તે ઘરે જવા નીકળી ત્યારે તેના બોસે તેને વડાપાવ આપ્યા હતા. તેના ઘરમાં કેટલાક ઘરેણા હતા જે તે બેંકમાં જમા કરાવવા માંગતી હતી. ઘરે પહોંચીને, તેણીએ દાગીના ઉપાડ્યા, તેને તે જ પોલીથીન બેગમાં મૂક્યા જેમાં તે વડાપાવ લઈ જતી હતી અને બેંક જવા નીકળી ગઈ. તેણીએ પોલીસને જણાવ્યું કે તે બેંકમાં વડા-પાવ ખાઈ શકશે નહીં તેવું વિચારીને, તેણે રસ્તામાં મળેલા બે છોકરાઓને નાસ્તાની થેલી આપી.
 
બેંકમાં જાણ થઈ કે ઘરેણા ગાયબ છે 
તેને ધ્યાન ન રહ્યુ કે તેના ઘરેણા પણ એ જ થેલીમાં હતા.  બેંક પહોંચતા જ તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. પરેશાન  થઈને તેણે પોલીસનો સંપર્ક કર્યો, જેણે બંને છોકરાઓને શોધી કાઢ્યા. પરંતુ છોકરાઓએ કહ્યું કે વડાપાવ વાસી લાગી રહ્યા હતા તેથી થેલીને ડસ્ટબીનમાં ફેંકી દીધી હતી. જો કે, બેગ ડસ્ટબીનમાં ક્યાંય મળી ન હતી, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ જોવાનું શરૂ કર્યું જેમાં બંને છોકરાઓ બેગને ડસ્ટબીનમાં ફેંકતા જોવા મળ્યા હતા. થોડા સમય બાદ ફૂટેજમાં જોવા મળ્યું હતું કે થેલી આપમેળે સરકી રહ્યો હતી  અને પછી રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. 
 
ઉંદરો ખેંચી ગયા ઘરેણા 
પોલીસે અનુમાન લગાવ્યું કે આ ઉંદરોનું કૃત્ય હતું, જેઓ વડાપાવની ગંધ સાથે પાઉચ ખેંચીને પોતાના ગલ્લામાં લઈ ગયા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મંગળવારે, પોલીસે ગટર અને આસપાસના ઉંદરોના ખાડામાં શોધખોળ શરૂ કરી અને બેગ મળી આવી. અંદર દાગીના તો અકબંધ હતા પણ વડાપાવ ગાયબ હતો. તેણે કહ્યું કે મહિલાને તેના ઘરેણાં પાછા આપવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

White Hair problem- 20-25 વર્ષની ઉંમરે વાળ સફેદ થઈ ગયા છે? વગર મહેંદી અને કલર આ રીતે કરો કાળા