Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

ભારે વરસાદે રોકી મુંબઈની ગતિ, ઠેર ઠેર પાણી ભરાયા, આગામી બે દિવસ માટે ઓરેંજ એલર્ટ, શાળાઓમાં રજાનો આદેશ

મુંબઈ ભારે વરસાદ
, બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (11:25 IST)
મુંબઈના તેજ વરસાદે બુધવરે માયાનગરીવાળાની એક વાર ફરીથી ગતિ રોકી દીધી. બુધવારની સવારે મુંબઈમાં ભારે વરસાદ થયો. જેને કારણે અનેક સ્થાન પર પાણી ભરય ગયુ. ભારે વરસાદને કારણે સવારથી જ ટ્રાફિક જોવા મળ્યો સાથે જ લોકોને પરેશાનોનો સામનો પણ કરવો પડ્યો. એટલુ જ નહી હવામાન વિભાગે આગામી બે દિવસ વધુ ભારે વરસાદનુ ઓરેંજ અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સાથે જ શાળાઓમા રજાનો આદેશ રજુ કરવામાં આવ્યો છે.  
webdunia
સમાચાર એંજસી એએનઆઈએ કેટલીક તસ્વીરો રજુ કરી છે જેમા સ્પષ્ટ જોઈ શકય છે કે મુંબઈમાં કેટલો ભારે વરસાદ પડ્યો છે. આગામી બે દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી ને જોતા પ્રશાસને સાવધાનીના પગલા  ઉઠાવ્યા છે. ભારે વરસાદને જોતા આજથી શાળાઓને બંધ કરવામાં આવી છે. . વરસાદને કારણે શાળાઓમાં બાળક્કો ફસાયા છે. જે માટે સરકાર તરફથી શાળાના આચાર્યને કહેવામાં આવ્યુ છેકે તેઓ સાવધાની અને સુરક્ષિત રૂપે બાળકોને પરત ઘરે મોકલવામાં સાવધાની રાખે.  
webdunia
મુંબઈમાં સિયોન વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે માર્ગ પર પાણી જમા થતુ દેખાયુ. અનેક વિસ્તારોમાં 150  મિલીમીટરથી વધુ વરસાદ જોવા મળ્યો. એટલુ જ નહી મુંબઈ લોક સેવા પર પણ વરસાદી પાણીની અસર જોવા મળી રહી છે. મુંબઈમાં મંગળવારે પણ વરસાદ થયો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંબઈમાં ભારે વરસાદ, લોકલની રફ્તાર રોકાઈ, શાળા બંદ