Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈ, ચેન્નઈ અને હૈદરાબાદ વિમાન હાઈજેકની ધમકી મળતા ત્રણેય એરપોર્ટ હાઈ-એલર્ટ પર

મુંબઈ, ચેન્નઈ અને હૈદરાબાદ વિમાન હાઈજેકની ધમકી મળતા ત્રણેય એરપોર્ટ હાઈ-એલર્ટ પર

મુંબઈ, ચેન્નઈ અને હૈદરાબાદ વિમાન હાઈજેકની ધમકી મળતા ત્રણેય એરપોર્ટ હાઈ-એલર્ટ પર
, રવિવાર, 16 એપ્રિલ 2017 (12:55 IST)
દેશના ત્રણ મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ – મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદમાંથી કોઈક વિમાનનું અપહરણ થવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે એવી સુરક્ષા એજન્સીઓને તાકીદ કરવામાં આવ્યા બાદ આ ત્રણેય એરપોર્ટ ખાતે સુરક્ષા બંદોબસ્ત વધારે કડક બનાવી દેવામાં આવ્યો છે.
 
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અધિકારીઓએ કહ્યું છે કે મુંબઈમાં રહેતી એક મહિલાની તરફથી ગઈ કાલે રાતે મુંબઈ પોલીસને એક ઈ-મેલ મળ્યા બાદ ઉક્ત ત્રણેય શહેરના એરપોર્ટ ખાતે સુરક્ષા વ્યવસ્થા વધારે કડક બનાવી દેવામાં આવી છે.
આ બાતમી મળ્યા બાદ શનિવારે એરપોર્ટ સિક્યુરીટી કો-ઓર્ડિનેશન કોમિટીની મીટિંગ મળી હતી.
 
 એક મહિલાએ ઈમેઈલ કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે છ યુવકોને વાત કરતા સાંભળ્યા હતા કે જે મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં એરક્રાફ્ટ હાઈજેક કરવાનો પ્લાન કરી રહ્યા હતા. આ કાવતરામાં 23 લોકો હશે અને તેને રવિવારે અંજામ આપવામાં આવશે.
 
સેંટ્રલ ઈંડસ્ટ્રીયસ સિક્યુરીટી ફોર્સિસ (CISF)ના ડિરેક્ટર જનરલ ઓ.પી.સિંહના જણાવ્યા અનુસાર આ ત્રણ એરપોર્ટ પર સિક્યુરીટી એજંસીને હાઈ એલર્ટ પર મૂકાવામાં આવી છે. પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. તેમજ વધુ સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભુવનેશ્વર- સ્વતંત્રતા સેનાનીઓના પરિજનથી મળ્યા મોદી, હવે જશે લિંગરાજ મંદિર