Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Mumbai Best bus accident Updates- મુંબઈમાં બેસ્ટ બસ દ્વારા અકસ્માતમાં સાતનાં મૃત્યુ, 42 ઘાયલ

Mumbai Best bus accident Updates-   મુંબઈમાં બેસ્ટ બસ દ્વારા અકસ્માતમાં સાતનાં મૃત્યુ, 42 ઘાયલ
, મંગળવાર, 10 ડિસેમ્બર 2024 (14:40 IST)
મુંબઈમાં સોમવારે રાત્રે બસ અકસ્માત થયો હતો, જેમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 43 અન્ય ઘાયલ થયા છે.
 
જણાવ્યા પ્રમાણે, આરોપી ડ્રાઇવર સંજય મોરે (ઉં.વ.54) 10 દિવસ પહેલાં જ નોકરીમાં જોડાયા હતા અને તેમને ભારે વાહન ચલાવવાનો કોઈ પૂર્વ અનુભવ ન હતો.
 
આમ છતાં તેમને નોકરી કેવી રીતે મળી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
 
આ પહેલાં મુંબઈ ઝોન-5ના ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) ગણેશ ગાવડેએ આ અકસ્માત અંગે માહિતી આપતા જણાવ્યું હતું, "બેસ્ટની (બૃહણમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપૉર્ટ) બસ અનિયંત્રિત થઈ ગઈ હતી અને ડ્રાઇવરે કેટલીક ગાડીઓને અડફેટે લીધી હતી. જેમાં 25 લોકો ઘાયલ થયા છે અને ચાર લોકોનાં મૃત્યુ થયાં છે."
 
આરોપીની સામે ભારતીય ન્યાય સંહિતાની અલગ-અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
 
તેમણે ઉમેર્યું, "તમામ ઘાયલોને હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બીએસટીની બસને અકસ્માતસ્થળેથી હઠાવી દેવામાં આવી છે અને આરટીઓ (રિજનલ ટ્રાન્સપૉર્ટ ઑફિસ) દ્વારા તેનું નિરીક્ષણ હાથ ધરવામાં આવશે."
 
ડીસીપીએ જણાવ્યું હતું કે આ કેસમાં આરોપનામું દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ડ્રાઇવરની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અકસ્માતના કારણ અંગે પણ તપાસ કરવામાં આવશે.
 
ન્યૂઝ એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ આ બસ કુરલાથી અંધેરી તરફ જઈ રહી હતી. આ દરમિયાન તે અનિયંત્રિત થઈ ગઈ હતી અને વાહનોને અડફેટે લીધા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રીનગરમાં તાપમાન -5.4 ડિગ્રી, છોડ પર બરફની ચાદર, દાલ તળાવ પણ થીજવા લાગ્યું