Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈ - આગામી 48 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ, 11-13 જુલાઈ સુધી આ ટ્રેનો થશે રદ્દ

મુંબઈ - આગામી 48 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ, 11-13 જુલાઈ સુધી આ ટ્રેનો થશે રદ્દ
, બુધવાર, 11 જુલાઈ 2018 (10:38 IST)
મુંબઈમાં સતત થઈ રહેલ વરસાદથી જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકોને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એવુ કહેવાય રહ્યુ છે કે બુધવરે પણ મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.  સ્ટેશનો પર પાણી ભરાય જવાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.   દિલ્હીથી મુંબઈ જનારી ટ્રેનો પ્રભાવિત થઈ રહી  છે
 
મંગળવારે મુંબઈ અને આ રૂટ પર જનારી લગભગ દોઢ ડઝન ટ્રેન નિરસ્ત કરવામાં આવી. 11 જુલાઈના રોજ અડધો ડઝન ટ્રેન નિરસ્ત રહેશે.  12 જુલાઈના રોજ 2 અને 13 જુલાઈના રોજ એક ટ્રેન પરિચાલન કેંસલ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓનુ કહેવુ છે કે આગામી ત્રણ દિવસમાં પરિસ્થિતિની તપાસ લેવા પછી ટ્રેન આ રૂટ પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવશે. 
 
- ટ્રેન સંખ્યા 12413 અજમેર-જમ્મુતવી એક્સપ્રેસ 
- ટ્રેન સંખ્યા 12954 હજરત નિજામુદ્દીન-બાંદ્રા સુપરફાસ્ટ એસી રાજધાની 
- ટ્રેન સંખ્યા  09004 હજરત નિજામુદ્દીન-બાંદ્રા સુપરફાસ્ટ એસી રાજધાની 
- ટ્રેન સંખ્યા 12910 હજરત નિજામુદ્દીન-બાંદ્રા ગરીબરથ એક્સપ્રેસ 
- ટ્રેન સંખ્યા 12952 નવી દિલ્હી-મુંબઈ સેંટ્રલ રાજધાની એક્સપ્રેસ 
- ટ્રેન સંખ્યા 19019 બાંદ્રા ટર્મિનલ-દેહરાદૂન એક્સપ્રેસ 
webdunia
12 જુલાઈના રોજ કેન્સલ રહેનારી ટ્રેન 
 
- ટ્રેન નંબર  15484 દિલ્હી જંક્શન-અલીપુર-સિક્કીમ મહાનંદા એક્સપ્રેસ 
- ટ્રેંન સંખ્યા 19024 ફિરોજપુર-મુંબઈ સેંટ્રલ જનતા એક્સપ્રેસ 
 
13 જુલાઈના રોજ  કેન્સલ રહેનારી ટ્રેન 
 
- ટ્રેન નંબર 19020 દેહરાદૂન બાંદ્રા ટર્મિનલ એક્સપ્રેસ 
 
મધ્ય રેલવેની લોકલ સેવાઓ ગડબડાઈ 
 
ગુજરાતથી મુંબઈ જતી તેમજ આવતી અનેક ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. જેના પગલે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયાઈ પડ્યાં છે.
 
મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ વરસી રહ્યો છે. તેવી જ રીતે મુંબઈને અડીને આવેલા પાલઘર જીલ્લામાં પણ અનાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નાલાસોપારા નજીક રેલવેના પાટા રીતસરના પાણીમાં ડૂબી ગયાં છે. જેની અસર રેલવે વ્યવવાર પર પડી છે. આમ ભારે વરસાદના કારણે ગુજરાતથી મુંબઈ જતી તેવી જ રીતે મુંબઈથી ગુજરાત પરત આવતી કેટલીક ટ્રેનો રદ્દ કરવી પડી છે.
 
કર્ણાવતી એક્સપ્રેસ, ડબલ ડેકર ટ્રેન રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે અમદાવાદથી જતા તેમજ મુંબઈથી ગુજરાત તરફ આવી રહેલા અનેક મુસાફરો અટવાઈ પડ્યાં છે. મુસાફરોએ હાલ પોતાનો પ્રવાસ મુલતવી રાખવાની સ્થિતિ સર્જાઈ છે.
 
શતાબ્દી એક્સપ્રેસના ટ્રેના કોચમાં તો રીતસરના પાણી ભરાઈ ગયાની તસવીરો સામે આવી હતી. આખરે શતાબ્દી એક્સપ્રેસ અને એન્ટરસીટી ટ્રેનને પણ રદ્દ કરવામાં આવી છે.
 
સુરત, વલસાડથી મોટી સંખ્યામાં લોકો મુંબઈ અને પાલઘર અપડાઉન કરતા હોય છે. જેના માટે કેટલીક ખાસ ટ્રેનો પણ ફાળવવામાં આવી છે. જેમાં વલસાડ એક્સપ્રેસ, ફ્લાઈંગ રાનીનો સમાવેશ થાય છે. પરંતુ ભારે વરસાદના પગલે આ બંને ટ્રેનોને પણ કેંસલ કરવામાં આવી છે. જેના કારણે સુરત, વલસાડ અને તેની આસપાસના સ્થળેથી મુંબઈ નોકરી વ્યવસાયે જતા મુસાફરોને રજા રાખવાનો વારો આવ્યો છે.
 
ટ્રેનોને લઈને આ સ્થિતિ ક્યાં સુધી રહેશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. કારણ કે, મુંબઈ અને પાલઘર જીલ્લામાં હજી પણ અનાધાર વરસાદ વરસી રહ્યો છે. આગામી કેટલાક દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા સેવાઈ રહી છે.
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેલવે ટ્રેક પર પાણી હોવાના કારણે લોકલ ટ્રેનો ભાયંદરથી ચર્ચગેટ વચ્ચે જ ચાલશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રથયાત્રાનું મહાત્મ્યઃ- Jagannath Yatra 2018- શા માટે કાઢવામાં આવે છે જગન્નાથ રથયાત્રા ,