Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મે માં થઈ શકે છે મોદી-ટ્રમ્પની પ્રથમ મુલાકાત

મે માં થઈ શકે છે મોદી-ટ્રમ્પની પ્રથમ મુલાકાત
નવી દિલ્હી. , શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (16:00 IST)
નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પહેલી મીટિંગ મે માં થઈ શકે છે. બંને સરકાર મોદીની વોશિંગટન ડીસી વિઝિટને લઈને પ્લાનિંગ કરી રહી છે. આ ઉપરાંત બંને નેતાઓની મુલાકાત આગામી જી-20 સમિટથી જુદી પણ હોઈ શકે છે. આ સમિટ જુલાઈમાં હૈમ્બર્ગમાં થશે. એવા સામચાર છેકે આ પહેલા બંને સરકાર એક બાઈલેટરલ મીટિંગના પક્ષમાં છે. બંને નેતા બે ફોન પર વાત કરી ચુક્યા છે... 
 
- 20 જાન્યુઆરીના રોજ પ્રેસિડેંટ બનવાના ચાર દિવસ પછી ડોનાલ્ડ ટ્રમ્પે પહેલીવાર ફોન પર મોદી સાથે વાત કરી હતી. 
- આ દરમિયાન બંને વચ્ચે આતંકવાદ અને ઈકોનોમી જેવા અનેક મુદ્દા પર વાતચીત થઈ. સાથે જ ટ્રમ્પે ભારતને પોતાનો સાચો મિત્ર બતાવ્યો. 
- ઉલ્લેખનીય છે કે 20 જાન્યુઆરી રોજ પ્રેસિડેંટ પોસ્ટની શપથ લીધા પછી ટ્રમ્પે મોદી પહેલા ફક્ત ચાર વર્લ્ડ લીડર્સને ફોન કર્યો હતો મોદી પાંચમાં નેતા હતા.  આ બતાવે છે કે ભારત ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ફોરેન પોલીસીમાં ટોપ-10માં સામેલ છે. 
- ઉલ્લ્ખનીય છે કે મોદીએ પણ ટ્રમ્પને પ્રેસિડેંશિયલ ઈલેક્શનમાં ઝીત પછી ફોન કરી શુભેચ્છા આપી હતી. 
 
મોદીએ કહ્યુ હતુ - મોદી ગ્રોથ લાવનારા લીડર છે 
 
-કૈમ્પેન દરમિયાન ભારતીય અમેરિકીઓના એક પોગ્રામમાં ટ્રમ્પે મોદીના વખાણ કર્યા હતા. 
- ટ્રમ્પે કહ્યુ હતુ, "જો હુ પ્રેસિડેંટ પસંદ થયો તો ભારત અને અમેરિકા સારા મિત્ર બનશે અને બંનેનુ સારુ ભવિષ્ય હશે. નરેન્દ્ર મોદી એનર્જેટિક છે. તેઓ ગ્રોથ લાવનારા લીડર છે. તેમની સાથે મળીને કામ કરવા માંગુ છુ." 
- "ભારતમાં દુનિયાની સૌથી મોટી ડેમોક્રેસી છે. તે અમેરિકાનો જૂનો સહયોગી રહ્યો છે." 
- ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હેઠળ બંને દેશોના રિલેશન વધુ સારા થશે. બંને દેશ એકબીજાના નિકટના મિત્ર હશે. 
- અમે ભારત સાથે વધુ સારો બિઝનેસ કરવા જઈ રહ્યા છે. ભારત-અમેરિકાની સાથે સારુ ભવિષ્ય હશે." 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PF ની સુવિદ્યા માટે આધાર કાર્ડ જરૂરી, પેશનરો માટે જીવન પ્રમાણ પત્ર દાખલ કરવાની તારીખ લંબાવાઈ