Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AAP વિવાદ - અરવિંદ કેજરીવાલના જનતા દરબારમાં કપિલ મિશ્રાને No Entry

AAP વિવાદ - અરવિંદ કેજરીવાલના જનતા દરબારમાં કપિલ મિશ્રાને No Entry
નવી દિલ્હી. , શુક્રવાર, 9 જૂન 2017 (12:42 IST)
આમ આદમી પાર્ટીના બહાર થયેલા નેતા કપિલ મિશ્રાને દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જનતા દરબારમાં જતા રોકી દીધા છે. કપિલ અને તેમના સમર્થ્જક અંદર જવા માટે પોલીસ કર્મચારી સાથે ધક્કા-મુક્કી કરતા દેખાયા. પણ સફળ ન થતા તેમણે કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવુ શરૂ કરી દીધુ. તેઓ પોતાના સમર્થકો સાથે જમીન પર બેસી ગયા અને ત્યા જ કીર્તન શરૂ કરવા લાગ્યા. ઉલ્લેખનીય છે કે કપિલના જનતા દરબારમાં જવાના સમાચાર પછી જ તેમને રોકવા માટે પોલીસબળ ગોઠવવામાં આવ્યુ હતુ. 

 
જનતા દરબારમાં ખોલીશુ ઘોટાળાની પોલ 
 
કેટલાક દિવસ પહેલા કપિલે કહ્યુ હતુ કે તેઓ મુખ્યમંત્રીના જનતા દરબારમાં જઈને ગોટાળાઓની પોલ ખોલશે. કપિલ સાથે સંતોષ કોલીની માતા પણ હાજર છે. સંતોષ કોલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા. જેમનુ શંકાસ્પદ રીતે મોત થતા તપાસ કરાવવા અરવિંદ કેજરીવાલે વચન આપ્યુ હતુ. પણ અત્યાર સુધી એવુ નથી થયુ. આ હંગામા વચ્ચે પોલીસ આ વાત પર રાજી છે કે વધુમાં વધુ 3 લોકો સીએમને મળવા અંદર જઈ શકે છે.

 

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#FARMERSTRIKE : 12 જૂનના રોજ મંદસૌર જશે હાર્દિક