Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંરક્ષણ મંત્રી પાર્રિકર હવે ફરીવાર ગોવાના મુખ્યમંત્રી બનશે

સંરક્ષણ મંત્રી પાર્રિકર હવે ફરીવાર ગોવાના મુખ્યમંત્રી બનશે
, સોમવાર, 13 માર્ચ 2017 (10:24 IST)
ગોવાના રાજ્યપાલ મદુલા સિન્હાએ ભાજપના નેતા મનોહર પાર્રિકરને સરકાર  બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. સંરક્ષણ મંત્રી પાર્રિકર હવે ફરીવાર ગોવાના મુખ્યમંત્રી બનશે. રાજ્યપાલ પાર્રિકરને શપથ લીધા બાદ 15 દિવસની અંદર બહુમત સાબિત કરવાનું કહેશે.
 
પારિકર ગઈ કાલે સાંજે રાજ્યનાં ગવર્નર મૃદુલા સિન્હાને મળ્યા હતા અને પોતાના સમર્થનવાળા કુલ 22 વિધાનસભ્યોના ટેકાનો પત્ર એમને સુપરત કર્યો હતો. ભાજપે હાલમાં જ પૂરી થયેલી ચૂંટણીમાં 13 બેઠક જીતી હતી. ભાજપને ગોવા ફોરવર્ડ પાર્ટીનાં 3, મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના 3, એનસીપીના એકમાત્ર વિધાનસભ્ય તથા બે અપક્ષ વિજેતાઓનો ટેકો મળ્યો છે. આમ ગઠબંધનનું કુલ સંખ્યાબળ 22  થયું છે.
 
આ સાથે જ ઈલેક્શનમાં 13 સીટો મેળવનાર ભાજપાએ 40 સીટોવાળી  વિધાનસભામાં સરકાર બનાવવા માટે જરૂરી આંકડો મેળવી લીધો છે. જોકે, ઈલેક્શન પરિણામો બાદ કોંગ્રેસ 17 સીટો સાથે સૌથી મોટી પાર્ટીના રૂપમાં બહાર આવી હતી. કેન્દ્રીય મંત્રી અને ભાજપાના ગોવામાં ચૂંટણી પ્રભારી નીતિન ગડકરીએ કહ્યું કે,   ગોવામાં મુખ્યમંત્રી રૂપમાં શપથ પહેલા પર્રિકર ડિફેન્સ મીનિસ્ટરના પદ પરથી રાજીનામું આપશે. ગોવાના ફોરવર્ડ પાર્ટીના નેતા સરદેસાઈએ મીડિયાને જણાવ્યું કે, રાજ્યમાં સ્થિર સરકાર માટે તેઓ ભાજપાને સમર્થન આપી રહ્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગરીબોની મહેનત અને મધ્યમવર્ગના સપનાથી ન્યુ ઇન્ડિયા તૈયાર કરવામાં આવશે